પ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ આરોપી ઝડપાયો

544

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે (૧) ઘોઘારોડ પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં-૧૮૭૩/૨૦૧૯ પ્રોહી. કલમ ૬૫એ,ઇ, ૧૧૬(બી), ૯૮(૨), વિ. (૨) છોટા ઉદેપુર, કરાલી પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં-૯૬/૨૦૧૯ પ્રોહી. કલમ ૬૫એ,ઇ, ૧૧૬(બી), ૯૮(૨), વિ. મુજબના ગુન્હાના કામના આરોપી રાહુલ ઉર્ફે ચીની જયેશભાઇ મારૂ ઉ.વ.:-૨૧ ધંધો-મજુરી રહેવાસી- ઉતર કૃષ્ણનગર, આનંદનગર રોડ, ડબલ થાંભલાની પાસે, વણકર વાંસ ભાવનગર વાળાને તેના ઘરેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ. બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચનાથી સ્ટાફના એ.એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા ટી.કે.સોલંકી તથા પો.કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા એઝાઝખાન પઠાણ વિગેરે જોડાયા હતા.

Previous articleતળાજા પોસ્ટ. નો વાહનચોરી ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપાયો
Next articleશિશુવિહાર સંસ્થા આયોજીત નિરમા લિમિટેડના સહયોગથી ભાલ વિસ્તારના ગ્રામજનો માટે ચશ્માં વિતરણ તથા આરોગ્ય તપાસ કાર્યક્રમ યોજાયો