શિશુવિહાર સંસ્થા આયોજીત નિરમા લિમિટેડના સહયોગથી ભાલ વિસ્તારના ગ્રામજનો માટે ચશ્માં વિતરણ તથા આરોગ્ય તપાસ કાર્યક્રમ યોજાયો

553

શિશુવિહાર સંસ્થા આયોજિત નિરમા લિમિટેડનાં સૌજન્યથી તા.17/1/2020નેશુક્રવાર ના રોજ ભાલ વિસ્તાર ના કાળાતળાવ ગામ ની પ્રાથમિક શાળામા ગ્રામજનોને ચશ્મા વિતરણ તથા આરોગ્ય તપાસ અને આ જ પ્રાથમિક શાળાના બાળકો ની હિમોગ્લોબિન તાપસ કરવામાં આવેલ. જેમા98 દર્દી નારાયણને ચશ્માનાં નંબર તપાસીને ચશ્મા આપવામા આવેલ તથા ગ્રામ જનોને આરોગ્ય તપાસ કરીને 105 દર્દી નારાયણો ને દવા આપવામા આવેલ. શાળાનાં 75 બાળકો ને હીમોગ્લોબિન તાપસી ને 12 બાળકોની દવા આપવામા આવેલ. આ કાર્યક્રમમાં નિરમા લિમિટેડનાં શ્રી કલ્પેશભાઈ પટેલ ,સરપંચ શ્રી વાલીબેન ,શાળા નાં આચાર્ય શ્રી મહેન્દ્રસિંહ જાડેજા શિશુવિહાર સંસ્થા ના ,ડૉ.શ્રી જશુબહેન જાની,શ્રી હિરેનભાઈ જાંજલ,શ્રી મીનાબહેન મકવાણા, શ્રી કૃપાબહેન ઓઝા, શ્રી રેખાબહેન ભટ્ટ તથા શ્રી રાજુભાઈ મકવાણા એ સેવા આપેલ.

Previous articleપ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ આરોપી ઝડપાયો
Next articleમહારાજા કૃષ્ણકુમારસિઁહંજી ભાવનગર યુનિ.ના વિદ્યાર્થીઓએ માઈનસ 8 ડિગ્રીએ હિમાલય ટ્રેકિંગ કેમ્પ યોજાય ગયો