સોનગઢ ગામે ગ્રામ્ય પંચાયત દ્વારા વિતરણ કરવામાં આવતા પિવાના પાણીના જથ્થામાં ઝેરી કેમીકલ ભેળવી લોક આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા સમગ્ર મામલે સોનગઢ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના સોનગઢ ગામે ગ્રામ પંચાયત દ્વારા ગામમાં પિવાનું પાણી વિતરણ કરવામાં આવે છે. પાણીના મુખ્ય જથ્થાને એક વિશાળ સંમ્પમાં એકત્ર કરી ત્યાંથી વિતરણ કરવામાં આવે છે. આ સંમ્પમાં કોઈ હરામખોર શખ્સોએ ઝેરી કેમીકલ્સ ભેળવી લીલા નાળીયેરી ફેકી પાણી વિતરણ વ્યવસ્થા બાધીત કરવા ઉપરાંત લોકોની આ પાણી સ્વાસ્થ્ય જોખમાય તેવો હીન પ્રયાસ કરતા સમગ્ર મામલે સરપંચ દ્વારા અજાણ્યા શખ્સો વિરૂધ્ધ સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.