મહારાજા કૃષ્ણકુમારસિઁહંજી ભાવનગર યુનિવર્સીટીનાં 25 ભાઈઓ અને 25 બહેનો કુલ 50 વિદ્યાર્થીઓ ઉત્તરાખંડનાં બાગેશવર જિલ્લાના પીન્ડા રી ગ્લેશિયર નાં ધાકૂડ઼િ વિસ્તારમાં સાડા ત્રણ ફૂટ બરફમાં માઇનસ 8 ડીગ્રી હવામાન મા ટ્રેકિંગ કરી રહ્યાં છે વિદ્યાર્થીઓને કડકડતી ઠંડીમાં ટેન્ટ મા રહેવાનું હોય છે.
ગુજરાત રાજ્યમાં શિયાળાની ઋતુમાં માત્ર ભાવનગર યુનિ. જ હાઈ એલ્ટીટ્યુંડ હિમાલય ટ્રેકિંગનું આયોજન કરે છે શિયાળામાં હિમાલય ટ્રેકિંગ થોડુ જોખમી ,સાહસિક અને ટફ હોય છે 8 દિવસમાં માત્ર 1 વખત જ વિદ્યાર્થીઓએ સ્નાન કર્યું છે રાત્રે માઇનસ ડીગ્રી મા કેટલાંક વિદ્યાર્થીઓ જમવાની હિમત પણ કરતા ન હતાં. તેઓને સમજાવીને પ્રવાહી આપવું પડતું હતુ.
જેથી શરીરમાં પાણી અને શક્તિ જળવાઈ રહે પહાડી લોકો પણ વિદ્યાર્થીઓના અદમ્ય સાહસને બિરદાવતા હતાં યુનિ. નાં ફિજીકલ ડાયરેક્ટર ડો.દિલીપસિંહ ગોહિલ , વાસુદેવસિંહ સરવૈયા, અસ્મિતાબેન જેઠવા, રાજેન્દ્રસિંહ ગોહિલ,અને યુનિ. નાં બૂધેલિયાભાઈ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યાં છે.
યુનિ. ને ગૌરવ અપાવવા બદલ વિદ્યાર્થીઓના સાહસને બિરદાવી કુલપતિ ડો. મહિપત સિંહ ચાવડા અને કુલ સચિવ ડો.કૌશિકભાઈ ભટ્ટે અભિનંદન પાઠવેલ છે.