ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચના તથા માર્ગદર્શન મુજબ ગત રાત્રીના સમયે ભાવનગર આર.આર. સેલ, સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે વેળાવદર પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. આઇ.ડી. જાડેજા તથા સ્ટાફના માણસોએ નિરમા પાટીયા નજીક બાવળની કાંટમાં પાર્સલોની આડમાં છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ-૧૫, બોટલ નંગ-૧૨૩ કિ.રૂ. ૯૧,૪૯૦/- તથા મોબાઇલ ફોન-૧ સહિત કુલ કી.રુ. ૯૧,૯૯૦/- ના મુદામાલ સાથે આરોપી મુસ્તાક ઉર્ફે ચીકુ હારૂનભાઇ વારૈયા ઉવ.૨૯ રહેવાસી-પ્રભુદાસ તળાવ, હવા મસ્જીદ પાસે દરબારની વાડીમાં ભાવનગર વાળાને પકડી પાડેલ મજકુર ઇસમ તથા સદરહુ દારૂનો જથ્થો મંગાવનાર જીતુભાઇ ઉર્ફે કચોરી રહેવાસી-ભાવનગર વાળા સહિતના તમામ ઇસમો વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે વેળાવદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ. બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચના તથા માર્ગદર્શન મુજબ વેળાવદર પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટર આઇ.ડી. જાડેજા તથા આર.આર.સેલના સ્ટાફના હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા પો.કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા એઝાઝખાન પઠાણ તેમજ વેળાવદર પો.સ્ટે.ના સ્ટાફના એ.એસ.આઇ. ભગીરથસિંહ જાડેજા તથા હેડકોન્સ દિવ્યરાજસિંહ રાણા તથા પો.કોન્સ. સીરાજભાઇ સતારભાઇ તથા અશોકસિંહ ગોહીલ વિગેરે જોડાયા હતા.