વિશુધ્ધાનંદ વિદ્યામંદિરનો અભિવ્યક્તિનો ઉજાસ-2020 અંતર્ગત વાર્ષિકૉત્સવ 18/1 ને શનિવારના રોજ યશવંતરાય ખાતે યોજાય ગયો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ 18 કૃતિઓ રજૂ કરી હતી. જેમાં રાસ, ગરબા, નાટક,તલવારબાજી, અભિનયગીત, દેશભક્તિ ગીત, માઇમ જેવી સુંદર કૃતિઓ રજૂ કરી હતી.
આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઈ મોદી, મંત્રી ડો.જે.પી.મૈયાણી, ટ્રસ્ટી ડો.ગિરીશભાઈ વાઘણી તથા વાલીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ ભાઈ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.