ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન મુજબ તથા નાયબ પો.અધિ .આર.એચ.જાડેજાની સુચના મુજબ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા ડ્રાઇવ નુ આયોજન કરેલ હોય જે અનુસંધાને પાલીતાણા ટાઉન પો.સ્ટેના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.પી.ચુડાસમા તથા ડી-સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ડી-સ્ટાફ નાં પો.હેડ.કોન્સ ભરતભાઈ ચૌહાણ તથા પો.કોન્સ તરુણભાઈ બારોટ તથા પો.કોન્સ જીગ્નેશભાઇ મારૂ ને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે પાલીતાણા ટાઉન પોસ્ટે પ્રોહી ગુ.ર.ન નં-૪૮૦/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫એ,ઈ,૧૧૬બી,૮૧,૮૩,૯૮(૨) મુજબના ગુન્હા નાં કામે નાસતો ફરતો આરોપી ઇશ્વરસિંગ સતપાલસિંગ તવર રહે- ઘર નં-૧૪૮૭ વોર્ડ નં-૧૩ તીગડાના ગામ તા-જી-ભીવાની થાના- સદર ભીવાની રાજ્ય-હરીયાણા વાળો હાલ ભાવનગર નારી ચોકડી ખાતે બસ મા આવનાર છે અને મજકુરે શરીરે સફેદ ક્રીમ કલરનો કુર્તો પહેરેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકત મળતા તાત્કાલિક હકીકત આધારે તાત્કાલીક નારી ચોકડી ભાવનગર ખાતે ટીમ રવાના કરી વોચમા હતા દરમ્યાન ઉપરોક્ત વર્ણન વાળો ઇસમ જોવામાં મળી આવતા મજકુર ની પૂછપરછ કરતા પોતાનુ નામ ઇશ્વરસિંગ સતપાલસિંગ તવર જાતે-રાજપુત ઉવ-૩૫ ધંધો- ખેતીકામ રહે- ઘર નં-૧૪૮૭ વોર્ડ નં-૧૩ તીગડાના ગામ તા-જી-ભીવાની થાના- સદર ભીવાની રાજ્ય-હરીયાણા વાળો હોવાનુ જણાવી ઉપરોક્ત ગુન્હા માં સંડોવાયેલ હોવાની કબુલાત કરેલ હતી જેથી મજકુર ને પાલીતાણા ટાઉન પોસ્ટે પ્રોહી ગુ.ર.ન નં-૪૮૦/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫એ,ઈ,૧૧૬બી,૮૧,૮૩,૯૮(૨) મુજબના ગુન્હા નાં કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે આમ પાલીતાણા ટાઉન પોલીસ ને ત્રણ માસથી પ્રોહિના ગુન્હામાં નાસતો ફરતો આરોપી પકડી પાડવામાં સફળતા મળેલ છે
આ કાર્યવાહીમા ઇન્ચાર્જ પો.ઈન્સ આર.પી.ચુડાસમા તથા ડી-સ્ટાફ ના પો.હેડ.કોન્સ ભરતભાઈ ચૌહાણ તથા પો.કોન્સ તરુણભાઈ બારોટ તથા પો.કોન્સ જીગ્નેશભાઈ મારૂ વિગેરે કરેલ છે.