અશોકકુમાર યાદવ નાયબ પોલીસ મહાનિરીક્ષક,ભાવનગર વિભાગ,ભાવનગર નાઓએ નાસતા ફરતા ગુન્હેગારો પકડી પાડવા સારૂ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનાઓએ આવા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે વલસાડ રૂરલ પો.સ્ટે. જી.વલસાડ માં સને ૨૦૧૬ માં દાખલ થયેલ થર્ડ ગુ.ર.નં. ૫૪૫૬/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬(૧)બી, ૬૫(એ)(ઇ), ૮૧, ૧૧૬(ખ) મુજબના ગુન્હા કામે આશિષ ઉર્ફે ભાણો ઘનશ્યામભાઇ મેર રહે.બોટાદ, વજુભાઇની વાડી, નદી કિનારે, હનુમાનજીના મંદિર સામે, તા.જી.બોટાદ વાળો ઘણા સમયથી આ ગુન્હાના કામે નાસતો ફરતો હોય અને આરોપી બોટાદ ખાતેતેના ઘરે આવેલ હોવાની બાતમી આધારે એલ.સી.બી. બોટાદના પોલીસ ઇન્સપેકટર એ.બી.દેવધા તથા નાસતા ફરતા સ્કોડના સ્ટાફ એ આરોપી આશિષ ઉર્ફે ભાણો ઘનશ્યામભાઇ મેર રહે.બોટાદ, વજુભાઇની વાડી, નદી કિનારે, હનુમાનજીના મંદિર સામે, તા.જી.બોટાદ વાળાને ઉપરોક્ત ગુન્હાના કામે આજરોજ તા.૧૭/૦૧/૨૦૨૦ ના રોજ ક.૧૬/૦૦ વાગ્યે બોટાદ મુકામેથી ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવા માટે બોટાદ પોલીસ સ્ટેશને સોંપી આપેલ છે.
આ કામગીરીમા સામેલ અધીકારી/કર્મચારીની ટીમ-
આ કામગીરી પોલ્રીસ અધીક્ષક હર્ષદ મહેતાનાઓની માર્ગદર્શન મુજબ એલ.સી.બી શાખાના પો.ઇન્સ. એ.બી.દેવધા, આ.હે.કો. મયુરસિંહ રામસિંહ ડોડીયા, આ.હે.કો. રામદેવસિંહ દેવુભા મોરી,આ.હે.કો. વનરાજભાઇ વિશુભાઇ બોરીચા, ( એ.બી.દેવધા )પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.બોટાદ વગેરે જોડ્યા હતા.