બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ પાસે હાલમાં કેટલીક ફિલ્મો રહેલી છે. જેમાં બિગ બુલ નામની ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મનુ શુટિંગ શરૂ કરી દેવાયુ છે. ે તમામ કુશળતા છતાં તેને એવી સફળતા મળી નથી જેના માટે તે અપેક્ષા રાખી રહી હતી. હાલમાં તે એક ફિલ્મ અભિષેક બચ્ચન સાથે કરી રહી છે. આ ઉપરાંત પણ તેની પાસે કેટલાક પ્રોજેક્ટ છે. પાગલપંથી નામની ફિલ્મમાં તે હાલમાં દેખાઇ હતી. બોયફ્રેન્ડ સાથે સંબંધ તુટ્યા બાદ તે ફરી સક્રિય થઇ ગઇ છે. તે હિન્દી ફિલ્મોમાં સફળ સાબિત થઇ નથી પરંતુ સાઉથની ફિલ્મોમાં હિટ સાબિત થઇ રહી છે. તે અજય દેવગનની સાથે રેડ ફિલ્મમાં ચમકી હતી. જે બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ હતી. ત્ ઇલિયાના ડી ક્રુઝે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત રણબીર કપુર સાથે બર્ફી ફિલ્મ મારફતે કરી હતી. આ ફિલ્મમાં તેની ભૂમિકાની પ્રશંસા થઇ હતી. તે કોઇ ચમત્કારથી ઠીક થઇ નથી. હાલમાજ રજૂ થયેલી રેડ અને તેના પહેલા બાદશાહો ફિલ્મમાં તે અજય દેવગનની સાથે નજરે પડી હતી. ફિલ્મમાં અજય સાથે તેની જોડીની પ્રશંસા થઇ હતી. આ ફિલ્મને સરેરાશ સફળતા પણ મળી હતી. ઇલિયાના તે પહેલા અક્ષય કુમારની સાથે રૂસ્તમ ફિલ્મમાં પણ નજરે પડી હતી. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. તેને સારા કલાકારો સાથે રોલ મળ્યા છે.ઇલિયાના પોતાની કેરિયરમાં ખરાબ સમયમાંથી પણ પસાર થઇ ચુકી છે.
થોડાક સમય પહેલા ઇલિયાનાએ એવો ખુલાસો કરીને તમામને ચોંકાવી દીધા હતા કે એક વખતે તે એટલી હદ સુધી ડિપ્રેશનમાં પહોંચી ગઇ હતી કે તે આત્મહત્યા અંગે વિચારતી રહેતી હતી. પોતાના સંઘર્ષ અનવે ડિપ્રેશનના સંબંધમાં વાત કરતા ઇલિયાનાએ કહ્યુ છે કે ડિપ્રેશન એકદમ સાચી બાબત છે.