પાલીતાણાના ઓવનબ્રીજની નીચે ખારો નદીમાં પાણી ભરેલા ખાડામાં યુવાનની લાશ પડી હોવાની જાણ થતા પોલીસ કાફલો બનાવસ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી લાશને પીએમ અર્થે ખસેડાઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ પાલીતાણાના ઓવનબ્રીજ નીચે પાણી ભરેલા ખાડામાં યુવાનની લાશ હોવાની જાણ ટાઉન પોલીસને કરાતા પોલીસ સ્ટાફ બનાવસ્થળે દોડી જઈ લાશનો કબ્જો સંભાળી જરૂરી કેસ કાગળો કરી તપાસ કરતા મૃતક યુવાન તળાજા તાલુકાના પાવઠી ગામનો ગોવિંદભાઈ ઉર્ફે ગોપો મકાભાઈ ચૌહાણ ઉ.વ.૩પ અને છેલ્લા થોડા સમયથી પાલીતાણાના પોપટનગર વિસ્તારમાં રહેતો હોવાનું ખુલવા પામ્યું હતું. મૃતક ગોવિંદભાઈ ભંગાર લે-વેચનો ધંધો કરતો હતો અને નશો કરવાની ટેવ ધરાવતો હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી લાશને પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.