ચાર વર્ષ પહેલા રાજકોટ જેલ માંથી પેરોલ જમ્પ કરેલ ખુને કેસનો આજીવન સજા પામેલ નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

691

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં ગુન્હાના નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલ માંથી પેરોલ રજા ઉપર છુટેલ અને હાજર નહી થયેલ આરોપીને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.

ગારીયાઘાર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન.૦૩/૨૦૧૧ ઇ.પી..કો. કલમ-૩૦૨,૧૧૪ વિગેરે મુજબના ગુન્હામાં આરોપી જગદિશભાઇ વલ્લ્ભભાઇ ચૈાહાણ રહે.નાની વાવડી તા. ગારીયાઘાર જી.ભાવનગર વાળાની વિરૂધ્ધમાં સને-૨૦૧૨ની સાલમાં ભાવનગર સેસન્સ કોર્ટમાં કેસ ચાલી જતા આજીવન કૈદની સજા કરવામાં આવેલ અને મજકુર આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવેલ હતો અને તે દરમ્યાન મજકુર આરોપી એ પેરોલ રજાની માંગણી કરતા તા.૨૨/૧૦/૨૦૧૫ થી દિન-૦૭ ની પેરોલ રજા ઉપર રાજકોટ જેલ માંથી મુકત કરવામાં આવેલ અને તા.૩૦/૧૧/૨૦૧૫ ના રજા પુરી થયે જેલમાં પરત થવાનું હતું પરંતુ મજકુર આરોપી જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસોને બાતમીરાહે હકિકત મળેલ કે રાજકોટ મધ્યસ્થ જેલનો સજાનો આરોપી જગદિશભાઇ વલ્લ્ભભાઇ ચૈાહાણ રહે. નાની વાવડી તા.ગારીયાઘારજી.ભાવનગર વાળા ઉડવી ગામે હોવાની બાતમી મળતા જેથી એલ.સી.બી. સ્ટાફના માણસો ઉડવી ગામે જઇ મુજકર પેરોલ રજા ઉપરના સજા પામેલ આરોપી જગદિશભાઇ વલ્લભભાઇ ચૈાહાણ રહે.નાની વાવડી વાળાને પકડી લઇ તેની અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં બાકી રહેલ સજા ભોગવવા માટે મોકલી આપેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફનાં તથા પરેલો ફર્લો સ્કોડ ના માણસો હેડ કોન્સ.કિરીટભાઇ પંડયા તથા પો.કો.રાજેન્દ્રસિંહ સરવૈયા તથા ચિંતનભાઇ મકવાણા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleમારામારીના કેસમાં ભાવનગર જીલ્લા માંથી એક ઇસમને તડીપાર કરાયો
Next articleજાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સિનિયર સિટીઝન સોશિયલ ક્લબના વાર્ષિકોત્સવ ઉજવણી કરાઈ