ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં ગુન્હાના નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલ માંથી પેરોલ રજા ઉપર છુટેલ અને હાજર નહી થયેલ આરોપીને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.
જે સુચના આઘારે ભાવનગર,એલ.સી.બી. સ્ટા ફનાં માણસો પો.ઇન્સ.તથા પો.સ.ઇ. એન.જી.જાડેજા સાહેબ એલ.સી.બી. ભાવનગરનાં ઓની સુચના મુજબ ભાવનગર જીલ્લાના ગુન્હાઓમાં નાસ્તા ફરતા આરોપી ઓની હકિકત મેળવવા સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન માર્કેટીંગ યાર્ડ પાસે આવતા બાતમીરાહે હકિકત મળેલ કે સોનગઢ પો.સ્ટે. ગુ.ર.નં. ૨૨/૨૦૨૦ ઇ.પી.કો. ૨૨૪ વિગેરના પોલીસ જાપ્તામાંથી ફરાર ગુન્હામાં પકડવાની બાકી જીતુ ઉર્ફે ભતીયો ભીમાભાઇ વાઘેલા વાળો નારી ચોકડી ઊભો છે.અને ત્યાથી સુરત તરફ જવાની છે. તેવી હકિકત મળતા નારી ચોકડી આવી તપાસ કરતા મજકુર નારી ચોકડી પોલીસ ચોકી સામે રોડ પર એક ગાડીની આડસમાં ઉભેલ હોય તેને સાથે પોલીસ સ્ટાફના માણસોથી કોર્ડન કરી પકડી લઇ નામ સરનામું પુછતા પોતાનુ નામ જીતુ ઉર્ફે ભતીયો ભીમાભાઇ વાઘેલા જાતે.દે.પુ. ઉવ.૨૩ રહે.ગામ ગારીયાધાર જુનો બેલા રોડ મફતપરા જી.ભાવનગર વાળો હોવાનુ જણાવેલ મજકુરની પુછ પરછ કરતા પોતે બે દિવસ પહેલા કૈદી જાપ્તા માંથી નાસી ગયેલ હોવાનું જણાવતા મજકુરની ઘોરણસર અટકાયત કરી વરતેનજ પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ અને સદરહું બાબતે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોઘાયેલ હોય પોલીસ સબ ઇન્સ. સોનગઢ પોલીસ સ્ટેશન ને જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ રાજપાલસિંહ સરવૈયા તથા જીતેન્દ્રસિંહ ઝાલા તથા કલ્યાણસિંહ જાડેજા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.