ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે નિલમબાગ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૧૮૯/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૦૧, ૩૪ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી રીયાઝ ઉર્ફે પપ્પી રજાકભાઇ ચૌહાણ ઉ.વ.૨૪ ધંધો-કટલેરીની લારી રહેવાસી-જુમ્મા મસ્જીદ પાસે ટાવર ચોક, સુરેન્દ્રનગર વાળાને તેના ઘરેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ. બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. ટી.કે.સોલંકી તથા બાબાભાઇ આહીર તથા પો.કોન્સ. સોહીલભાઇ ચોકીયા વિગેરે જોડાયા હતા.