શહેરના વિદ્યાનગર ખાતે આવેલ ચિતરંજન ચોક નજીકથી પસાર થતા ટોરસ ટ્રક કન્ટેનર નંબર જી.જે.12.એ.ઝેડ-2273 ના ચાલકે શનિવારે રાત્રીના સમયે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રકે એક વીજ સબ સ્ટેશન ને અડફેટે લેતા જીવતા વીજ વાયરો તૂટીને રસ્તા પર પડ્યા હતા.તથા ત્યાંથી આગળ જતાં ટ્રકે એક મકાનની વંડી તોડી પાડી હતી. તે દરમ્યાન રસ્તા માં 4 થી 5 વાહનોને પણ અડફેટે લેતા વાહનો ને નુકસાન થયું હતું.
આ બનાવની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળ ટોળા ઉમટી પડ્યા હતા. 22 વ્હિલનો ટ્રક બેકાબુ વરતેજ થી પુરઝડપે શહેરમાં પ્રેવેશયો હતો આ જોતો લોકો માં હિટ એન્ડ રન જેવી ધટના સર્જવા પામી હતી. આ બનાવની જાણ પોલીસ ને થતા બનાવ સ્થળે દોડી ગયો હતો અને પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.