ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન મુજબ તથા નાયબ પો.અધિ આર.એચ.જાડેજાની સુચના મુજબ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા ડ્રાઇવ નુ આયોજન કરેલ હોય જે અનુસંધાને પાલીતાણા ટાઉન પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર એન.એમ.ચૌધરી તથા ડી-સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ડી-સ્ટાફ નાં પો.હેડ.કોન્સ ભરતભાઈ ચૌહાણ તથા પો.કોન્સ તરુણભાઈ બારોટ તથા પો.કોન્સ જીગ્નેશભાઇ મારૂ ને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે પાલીતાણા ટાઉન પોસ્ટે ફસ્ટ ગુ.ર.ન નં-૯૬/૨૦૧૮ ઇપિકો કલમ ૩૬૩,૩૬૬ તથા પોસ્કો કલમ ૪,૮ મુજબના ગુન્હા નાં કામે નાસતો ફરતો આરોપી કીશનભાઇ ઉર્ફ કાળુ ભરતભાઇ ચૌહાણ રહે- વીરપુર ગામ તા-પાલીતાણા વાળો હાલ પાલીતાણા-ભાવનગર રોડ રેલ્વે ફાટક પાસે ઉભેલ છે અને મજકુરે શરીરે કેસરી કલરનો આખી બાય નો શર્ટ તથા બ્લયુ કલર જેવુ જીન્સ નુ પેન્ટ પહેરેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકત મળતા તાત્કાલિક હકીકત આધારે પાલીતાણા-ભાવનગર રેલ્વે ફાટક ખાતે આવતા રેલ્વે ફાટક પાસે ઉપરોક્ત વર્ણન વાળો ઇસમ તથા એક મહીલા જોવામાં આવતા મજકુર ની પૂછપરછ કરતા પોતાનુ નામ કીશનભાઇ ઉર્ફ કાળુ ભરતભાઇ ચૌહાણ ઉવ-૨૪ રહે- મુળ-વીરપુર ગામ તા-પાલીતાણા હાલ-સુરત વાળો હોવાનુ જણાવી ઉપરોક્ત ગુન્હા માં સંડોવાયેલ હોવાની કબુલાત કરેલ હતી અને સાથેની મહીલા આ કામે ભોગબનનાર હોય જેથી મજકુર ને પાલીતાણા ટાઉન પોસ્ટે ફસ્ટ ગુ.ર.ન નં-૯૬/૨૦૧૮ ઇપિકો કલમ ૩૬૩,૩૬૬ તથા પોસ્કો કલમ ૪,૮ મુજબના ગુન્હા નાં કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે આમ પાલીતાણા ટાઉન પોલીસ ને અઢી વર્ષથી અપહરણના ગુન્હામાં નાસતો ફરતો આરોપી પકડી પાડી સગીરાને છોડાવવામા સફળતા મળેલ છે
આ કાર્યવાહીમા પો.ઈન્સ એન.એમ.ચૌધરી તથા ડી-સ્ટાફ ના પો.હેડ.કોન્સ ભરતભાઈ ચૌહાણ તથા પો.કોન્સ તરુણભાઈ બારોટ તથા પો.કોન્સ જીગ્નેશભાઈ મારૂ વિગેરે કરેલ છે.