ચોરીના બે મોટર સાયકલ સાથે એક ઇસમને ગારીયાધાર ખાતેથી ઝડપી લેતી ભાવનગર એસઓજી

667

ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી હકિકત આધારે ગઇ કાલ તા. ૧૯/૦૧/૨૦૨૦ ની રાત્રીના આરોપી હરેશ ઉર્ફે સરકાર દડુભાઇ સાંડસુર ઉ.વ.૨૫ રહેવાસી વેળાવદર તા. ગારીયાધાર જી. ભાવનગરવાળાને તેના ઘરેથી રજીસ્ટ્રેશન કાગળો કે નંબર વિનાના બે મોટર સાયકલ (૧) હિરો હોન્ડા સ્પ્લેન્ડર+ એન્જીન નં. HA10EJCHK5**** તથા ચેચીસ નં. MBLHA10AMCHK20700 કિ.રૂ।. ૨૫૦૦૦/- તથા (૨) હિરો હોન્ડા સ્પ્લેન્ડર+ એન્જીન નં. HA10EJCHD14824 તથા ચેચીસ નં. MBLHA10AMCHD12575 કિ.રૂ।. ૨૫૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા જે તમામ મુદ્દામાલ મજકુર ઇસમ પાસેથી શકપડતી મિલ્કત ગણી કબ્જે કરવામાં આવેલ અને મજકુરની અટકાયત કરવામાં આવેલ.
મજકુરની પુછપરછમાં તેની પાસેથી મળી આવેલ બંન્ને મો.સા. પોતાને પોતાનો મિત્ર જીતુભાઇ ઉર્ફે ભતીયો ભીમાભાઇ વાઘેલા રહેવાસી મોરબા તા. ગારીયાધારવાળો વેચવા માટે આપી ગયેલાની કબુલાત આપેલ છે. રેકર્ડ ઉપર ખાત્રીએ કરતા એક મો.સા. બાબતે રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં મો.સા. ચોરી ની ફરિયાદ થયેલ છે. અને એક મો.સા. ચાવંડ તા. લાઠી ખાતેથી ચોરાયેલ છે. જે બાબતે લાઠી પો.સ્ટે.મા અરજી થયેલ છે. જેથી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગારીયાધાર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આ કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ, જગદીશભાઇ મારૂ, તથા પોલીસ કોન્સ. દિલીપભાઇ ખાચર તથા ચંદ્રસિંહ વાળા, હારીતસિંહ ગોહિલ જોડાયા હતા.

Previous articleઅઢી વર્ષથી અપહરણના ગુન્હામા નાસતો ફરતો આરોપી ઝડપાયો
Next articleમરીન સાયન્સ ભવન સાયન્સ ફેકલ્ટી આઈક્યૂએસી સેલ અને ગુજરાત કાઉન્સીલ ઑઁ સાયન્સ એન્ડ ટેકનૉલોજિ ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે વિજ્ઞાનના અધ્યાપકો માટે યોજાયો વર્કશોપ