મરીન સાયન્સ ભવન સાયન્સ ફેકલ્ટી આઈક્યૂએસી સેલ અને ગુજરાત કાઉન્સીલ ઑઁ સાયન્સ એન્ડ ટેકનૉલોજિ ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે વિજ્ઞાનના અધ્યાપકો માટે યોજાયો વર્કશોપ

461

મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ના મરીન સાયન્સ ભવન, સાયન્સ ફેકલ્ટી, આઈક્યૂએસી
સેલ અને ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનૉલોજિ ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે વિજ્ઞાનના
અધ્યાપકો અને સંશોધનકરો માટે આજે તા. ૧૯-૧-૨૦૨૦ ના રવિવારના રોજ સવારે ૧૦ થી સાંજે ૪
દરમ્યાન યુનિવર્સિટીના નવા કોર્ટ હૉલ ખાતે કાર્યશાળા યોજવામાં આવી જેમાં મ.ક્રુ. ભાવ. યુનિ ના ભવનો
અને તમામ સાયન્સ કોલેજો બીસીએ અને આઇટી કોલેજોના ૧૫૦ જેટલા અધ્યાપકો અને સંશોધન કરતાં
વિધ્યાર્થીઓએ તેમજ સીએસએમસીઆરઆઈ ના સંશોધન કર્તાઓએ ઉત્સાહ ભેર ભાગ લિધો.

આ કાર્યશાળાનો ઉદઘાટન સમારંભ માં કુલપતિશ્રી. ડો ચાવડા સાહેબ, આઈક્યૂએસી સેલ ના સંયોજક ડો
કુમાર, ગુજકોસ્ટ ના મેમ્બરસેક્રેટરી ડો સાહુ અને વિજ્ઞાન વિધ્યાશાખાના ડિન ડો ઇન્દ્ર ગઢવીએ દીપ પ્રાગટ્ય
કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ડો સાહુએ જણાવ્યુકે સરકાર ની યોજના મુજબ સમાજ ઉપયોગી સંશોધન
પ્રોજેકટ હોય તો રૂ. પચાસ લાખ સુધી અનુદાન મળી શકે છે. કુલપતિશ્રીએ સમારંભ ના આયોજન બદલ ડો.
ગઢવી અને સમગ્ર આયોજન કરનાર ટિમ ને અભિનંદન આપતા કહ્યું કે મ.ક્રુ. ભાવ. યુનિ ના અધ્યાપકો
અને સંશોધનકારો વધુમાં વધુ લાભ લે જેથી આપણી દરેક સંસ્થાઓ નેક ના મૂલ્યાંકનમાં સારો દેખાવ કરી
શકે. આ કાર્યક્રમમાં શિક્ષણ વિધ્યાશાખાના ડિન ડો જયંત વ્યાસ, મુખ્ય હિસાબી અધિકારી શ્રી દીપકભાઈ
શેઠ, ડો નિશીથ દેસાઇ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉદઘાટન કાર્યક્રમની આભારવિધિ ડો પ્રવીણ
ડોડિયાએ કરી હતી.
સંશોધન પ્રોજેકટ માટે આર્થિક સહાય મેળવવામાટે કેવા પ્રકારની પ્રપોઝલ બનાવવી જોઈએ કે જેથી
પ્રપોઝલ મંજૂર થવાના શક્યતાઓ વધી જાય તે વિષય પર ગુજકોસ્ટ ના માર્ગદર્શક અને મેમ્બર સેક્રેટરી ડો.
સાહુ, પ્રોજેકટ ડાયરેક્ટર ડો ગોસ્વામી અને તેમની ટીમે ખૂબ જ માહિતીસભર વ્યાખ્યાન આપ્યું. કેવા
પ્રકારના પ્રોજેકટ સરકારમાં મંજૂર થાય, કઈ કઈ ફંડિંગ એજન્સીઓ સંશોધન હેતુએ આર્થિક સહાય આપે,
સંશોધન અંગે પેટન્ટ લેવી હોય તો કેવી રીતે કાર્ય કરવામાં આવે. કેવા પ્રકારના સંશોધનો પર પેટન્ટ મળી
શકે વગેરે અનેક પ્રશ્નો નો હલ ગુજકોસ્ટ ની ટિમ દ્વારા ખૂબ સરસ રીતે આપવામાં આવ્યો. આ સમગ્ર
કાર્યક્રમ માટે આર્થિક સહાય પણ ગુજકોસ્ટ દ્વારા આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ભાગલેનાર
તમામ માટે ખુબજ માહિતી સભર રહ્યો હતો.

Previous articleચોરીના બે મોટર સાયકલ સાથે એક ઇસમને ગારીયાધાર ખાતેથી ઝડપી લેતી ભાવનગર એસઓજી
Next articleકડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બીબીએ કોલેજ દ્વારા સરઢવ મુકામે NSS કેમ્પ નું આયોજન