રેસ્ટોરન્ટ માટે લાયસન્સ-રિન્યુઅલની જોગવાઇ રદ કરવાનો સરકારનો નિર્ણય

696
guj2732018-10.jpg

રાજ્યમાં આવેલા રેસ્ટોરન્ટ માટે પોલીસ તંત્ર પાસેથી લાયસન્સ લેવા માટે તથા રિન્યુઅલ માટેની પ્રક્રિયામાંથી મુકિત આપવાનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.  વિધાનસભા ગૃહમાં ગુજરાત પોલીસ (સુધારા) વિધેયક-ર૦૧૮ને રજૂ કરતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ  જાડેજાએ જણાવ્યું કે, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ની  કલમ-૩૩(૧) અન્વયે રેસ્ટોરન્ટનો વ્યવસાય શરૂ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટ/પોલીસ કમિશનર પાસેથી લાયસન્સ લેવાની તથા સમયાંતરે તેના રિન્યુઅલ સબંધી મંજૂરી મેળવવાની રહે છે. આ કાર્યવાહીમાં રેસ્ટોરન્ટના વ્યવસાયિકોને મુશ્કેલીઓ પડતી હોવા અંગે રાજ્યના હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશન અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતોને સંવેદનાથી લઇને રાજ્ય સરકારે હકારાત્મક અભિગમ અપનાવી રેસ્ટોરન્ટ માટે સક્ષમ ઓથોરીટી પાસેથી લાયસન્સ મેળવવા તથા તેના રિન્યુઅલની પ્રક્રિયામાંથી મુક્તિ આપવાનો પ્રમાણમાં નાનો પરંતુ રેસ્ટોરન્ટ વ્યવસાયિકો માટે ખૂબ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.  ગૃહ રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર ‘‘ઈટ્ઠજીર્ ક ર્ડ્ઢૈહખ્ત મ્ેજૈહીજજ’’ ના મંત્રને વરેલી છે. ગુજરાત દેશની વિકાસ પ્રક્રિયાનું ગ્રોથ એન્જીન હોવાથી કોઇપણ ઉદ્યોગકારોને અગવડ વિના વિકાસ કરવાની તક મળે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ હોવાનું ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું  હતું.  રેસ્ટોરન્ટનો વ્યવસાય અગત્યનો સામાજિક વ્યવસાય હોવા ઉપરાંત રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ આપનારો હોવાથી તેના વિકાસમાં આવતા અવરોધો દુર કરી વ્યવસાયીકોને લાયસન્સ રાજ માથી મુકત કરી ‘‘ઈટ્ઠજીર્ ક ર્ડ્ઢૈહખ્ત મ્ેજૈહીજજ’’ ની અનુભૂતી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રેણીબધ્ધ પગલા લેવામાં આવ્યા હોવાનું ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું. 
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ના સેક્શન-૩૩(૧)ની સબંધિત સબ સેક્શનની જોગવાઇ રદ કરવાની કાર્યવાહી હાથ ધરીને અધિનિયમમાં (સુધારો) રજૂ થતાં હવેથી રાજ્યની તમામ રેસ્ટોરન્ટને પોલીસ અધિનિયમ હેઠળ રજીસ્ટ્રેશન કે રિન્યુઅલ કરાવવાનું  રહેશે નહીં. 
રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે રાજ્યના પર્યટન ઉદ્યોગને વધુ વેગ મળશે, પ્રવાસનનો વધુ વિકાસ થશે. દેશ વિદેશના ઉદ્યોગકારો અને રોકાણકારો ગુજરાતમાં આવશે. 
ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, રાજ્યના હોટલ એસોસિએશન તથા ગુજરાત વેપારી મહામંડળ દ્વારા રેસ્ટોરન્ટ શરૂ કરવા અને ચલાવવા ગુજરાત પોલીસ એક્ટ હેઠળની લાયસન્સ પ્રથા અંગેની જોગવાઇઓ દૂર કરવા માટે માંગણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ રજુઆત પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. 
ગુજરાત પ્રવાસન નીતિ-૨૦૧૫થી જાહેર કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરતા ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ નીતિ હેઠળ પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તે માટે રાજ્ય સરકારે મનોરંજન કર, લકઝરી ટેક્ષ, વીજળી કરમાંથી મુક્તિ સહિતની છૂટછાટો જાહેર કરી છે. આ પ્રોત્સાહક નીતિને કારણે ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થવાથી વર્ષ ૨૦૧૬-૧૭માં ૪.૪૮ કરોડ પ્રવાસીઓ રાજ્યમાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૮-૦૯માં પ્રવાસીઓની સંખ્યા ૧.૫૮ કરોડ હતી એટલે કે, પ્રવાસીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો હોવાનું ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
 

Previous articleગુજરાતમાં ૧૮૪ સિંહોના મૃત્યુ મુદ્દે કેન્દ્ર અને રાજય સરકારને હાઈકોર્ટની નોટીસ
Next articleત્રણ સભ્યોના સસ્પેન્શનને લઇ કોંગ્રેસ હાઇકોર્ટના દ્વારે