હેમ.ઉ.ગુજ.યુનિ.પાટણ સંલગ્ન અને વિશ્વમંગલમ્ કેળવણી મંડળ, સંચાલિત મહિલા આર્ટ્સ કોલેજ વિદ્યાનગરી હિંમતનગર ખાતે સ્વાસ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઈન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝેશન અને મારુતિ નેચરોપથી આયુર્વેદિક હોસ્પિટલ હિંમતનગર અને મહિલા આર્ટ્સ કોલેજ વિદ્યાનગરી હિંમતનગર ના એન એસ એસ યુનિટ અને સ્પોર્ટ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે તારીખ :01-01-2020 થી તારીખ : 20-01-2020 દરમિયાન યોજાયેલ “યોગ પ્રાણાયમ અને મેડીટેશન ” નો વર્કશોપ સમ્પન્ન થયો હતો. આ વર્કશોપમાં કોલેજની ૨૦૦ (બસ્સો) જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. પૂર્ણાહુતિ કાર્યક્રમ લાયન્સ કલબ ઑફ હિંમતનગર ડિવાઈન ના પ્રમુખ લા મહેન્દ્રભાઈ ડી પટેલ ની અધ્યક્ષતા માં સંપન્ન થયો. કાર્યક્રમની શરૂઆત માં કોલેજ ના પ્રિન્સિપાલ ડૉ કનૈયાલાલ એલ પટેલે મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કરી ભૂમિકા રજૂ કરતાં જણાવ્યું હતું કે યોગ અને મેડિટેશન જો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં નિયમિત રીતે કરશે તો તેનું તન અને મન સ્વસ્થ રહેશે. જેમાં આ પ્રસંગે સ્વાસ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ડૉ ઉષાબેન, ડૉ રમેશભાઈ વાઝા અને ભાવનગર થી શ્રી ગોવિંદભાઈ પરમાર ની વિશેષ ઉપસ્થિત રહી પ્રસંગોચીત વક્તવ્ય આપ્યું હતું. અધ્યક્ષીય વકતવ્ય માં લા.મહેન્દ્રભાઈ ડી પટેલ સૌ તાલીમાર્થીઓને યોગ ને જીવનમાં વણી લઈ જીવનને ઉન્નત બનાવવા આહવાન કર્યુ હતું, કાર્યક્રમ સંચાલન ડૉ.એ.એસ.પટેલે કર્યુ હતુ, વર્કશોપ સંચાલન ડૉ.આર.જે.જોષી, પ્રા. વી.જી.પટેલ ના દેખરેખ નીચે પુરો થયો.વર્તમાન સમયમાં યુવાધન ને તંદુરસ્ત બનાવવા ના કાર્ય ને સંસ્થા ના આધ્યસ્થાપક અને કેળવણી કાર ડૉ.ડી.એલ.પટેલ સાહેબે સૌને અભિનંદન પાઠવતા રાજીપો વ્યક્ત કરી ખ્બ વખાણ્યું, ડૉ.પ્રકાશ પટેલ તેમજ અન્ય સ્ટાફમિત્રો એ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કર્યો.