૬ માર્ચ ૨૦૧૮ ના રોજ ભાવનગર પાલિતાણાના અનિડા ગામથી વાઘેલા પરિવારની જાન બોટાદના ટાટમ જઈ રહી હતી, ત્યારે રંઘોળા ગામ પાસે ડ્રાઇવરની બેદરકારીના કારણે જાનૈયાઓ થી ભરેલો ટ્રક પુલ પરથી નીચે ખાબકતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો જેમાં ૪૦ જેટલા લોકોના મોત નિપજ્યા હતા. આ અંગેનો કેસ આજરોજ ભાવનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલની ધારદાર દલીલો,અને પુરાવા ધ્યાને લઇ ટ્રક ડ્રાઇવર આરોપી નિતીન લાલજીભાઈ વાઘેલા રહે.અનિડા પાલીતાણા વાળાને કોર્ટે ૫ વર્ષ કેદની સજા ફટકારી હતી.તેમજ ટ્રક માલિક પરેશ દેવજીભાઈ કુવાડીયાને ૨ વર્ષ કેદની સજા અને ૨૪ હજાર રૂપિયા રોકડ રકમનો દંડ ફટકાર્યો હતો.