છેલ્લા 13વર્ષથી છેતરપીંડી ના ગુન્‍હામાં નાસતો ફરતો આરોપીને ઝડપી લેતી ભાવનગર નિલમબાગ પોલીસ

1378

અશોકકુમાર યાદવ, ડી.આઇ.જી.પી.ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે તા.૦૮/૦૧/૨૦૨૦ થી તા.૨૮/૦૧/૨૦૨૦ સુધીની ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, જે અન્વયે ભાવનગર પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ નાઓએ ભાવનગર જીલ્લામાં ગુન્‍હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધીકારીઓને કડક સુચના આપેલ જે અનુસંધાને સીટી ડી.વાય.એસ.પી. ઠાકર સાહેબ તથા નિલમબાગ પો.સ્ટે.ના પો.ઇન્સ. એન.જી.ચૌધરી ના માર્ગદર્શન મુજબ
આજરોજ ડી-સ્ટાફ પી.એસ.આઈ. એસ.એમ.રાણા તથા એ. એસ.આઈ. એસ.પી.શાહી તથા હે.કો. જનકસિંહ પ્રભાતસિંહ તથા પો.કો. મુકેશભાઇ બળવંતરાય તથા પો.કો.નરેન્દ્રસિંહ બલરાજસિંહ તથા પો.કો.રાજેન્દ્રભાઇ ભલાભાઇ તથા પો.કો અનીલભાઇ મનુભાઇ તથા પો.કો માનદિપસિંહ ઉપેન્‍દ્રસિંહ વિગેરે નિલમબાગ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલિંગ મા હતા ત્યારે પો.કો. મુકેશભાઇ બળવંતરાય તથા પો.કો.નરેન્દ્રસિંહ બલરાજસિંહ ભાવનગર ને સયુકત બાતમીરાહે હકીકત મળેલ કે.ત્રિકમ કિશનભાઇ મારવાડી ઉ.વ-37 રહે સરખેજ જૂના બસ સ્ટેન્ડ પાસે અમદાવાદ, આરટીઓ સર્કલ બસમાંથી ઉતરી સિદસર જવાનો છે જેથી વર્ણન વાળો એક ઇસમ આરટીઓ સર્કલ પાસે ઉભો હોય જેને તુરતજ પકડી તેઓની પુછપરછ કરતા સદરહુ ગુન્હાનો એકરાર કરેલ હોવાથી પંચો રૂબરૂ મજકુર ઇસમનુ નામ સરનામુ પુછતા પોતે પોતાનુ નામ ત્રિકમ કિશનભાઇ મારવાડી ઉ.વ-37 રહે- આઇસ કવાર્ટસ,લીલાવર રોડ મોરબી વાળો હોવાનુ જણાવેલ છે. મજકુર ઇસમની પુછપરછ દરમ્યાન ઉપરોકત ગુન્હાનો એકરાર કરી નાસતા ફરતા હોવાનુ જણાવતા હોવાથી પંચનામુ કરી ભાવનગર નિલમબાગ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.-44/2006 ઇ.પી.કો.કલમ-406,420,114 મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા હોવાથી પંચનામા વિગતે C.R.P.C. કલમઃ-૪૧(૧)-આઈ મુજબ અટક કરેલ છે
આ સમગ્ર કામગીરીમા પો.ઇન્સ. એન.જી.ચૌધરીની સુચના માર્ગદર્શન મુજબ ડી-સ્ટાફ પી.એસ.આઈ. એસ.એમ.રાણા તથા એ. એસ.આઈ. એસ.પી.શાહી તથા હે.કો. જનકસિંહ પ્રભાતસિંહ તથા પો.કો. મુકેશભાઇ બળવંતરાય તથા પો.કો.નરેન્દ્રસિંહ બલરાજસિંહ તથા પો.કો.રાજેન્દ્રભાઇ ભલાભાઇ તથા પો.કો અનીલભાઇ મનુભાઇ તથા પો.કો માનદિપસિંહ ઉપેન્‍દ્રસિંહ જોડાયા હતા.

Previous articleઆર્મી ઓફિસરની ભૂમિકા અદા કરી હાલ સિદ્ધાર્થ ખુશ
Next articleઘોઘા તા.પ.પ્રમુખ સંજયસિંહ ગોહિલની લાડકી દિકરી કિરણબાનો જન્મદિવસ