ભાવનગર, તા.૨૧
અંગ્રેજ સરકાર દ્વારા ૨૧મી જાન્યુઆરી ૧૯૪૩ ના રોજ સિંધી સપુત હેમુ કાલાણીને ૧૯ વર્ષની ખુબ ના નાની વયે ફાંસી આપવામાં આવી, તે રીતે તે દિવસે અમર શહીદ હેમુ કાલાણી શહીદી દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે, જે અંતર્ગત સિંધી જનરલ પંચાયત યુવા વિંગ દ્વારા સમાજના યુવાનો તથા વુમન વિંગના બહેનો સાથે એક ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ છે જેનું પ્રસ્થાન સંતકંવરરામ ચોક ખાતેથી ભાવનગરના મેયર મનહરભાઈ (મનભા) મોરી તથા સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન યુવરાજસિંહ ગોહિલ દ્વારા કરાવવામાં આવશે, રેલી ઝુલેલાલ ચોક, ગુરૂનાનક સર્કલ, ઘોઘા સર્કલ, સરદારનગર ખાતે થઈ સ્વ. ઘનશ્યામદાસ એસ. મંગલાણી માર્ગ, સ્વામી લીલાશાહ માર્ગ, સ્વ. વશરામદાસ રાધેશ્વર માર્ગ, સંત કકુરામ માર્ગનું અનાવરણ કરવામાં આવશે.
ત્યારબાદ અમર શહીદ હેમુ કાલાણી સર્કલ ખાતે સ્વામી લીલાશાહ સેવા ટ્રસ્ટ ના સહકારથી ગુજરાત રાજય સિંધી સાહિત્ય અકાદમીનો સેમીનાર યોજેલ હતો.
દુઃખ ભંજની પૂ. દેવમાં માતાજી તેમજ સંત વાસુરામ સાહેબ આશ્રમના ગાદીપતી ભાઈ સાહેબ શ્રી પૂ. દિપકકુમાર સાંઈના વરદ હસ્તે અમર શહીદ હેમુ કાલાણી સર્કલનું અનાવરણ કરવામાં આવ્યું હતું.