સારંગપુર બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલનો વિદ્યાર્થી રાષ્ટ્રીય સ્તરે યોજાતી અસી.પ્રોફેસરની પરીક્ષામાં સતત ત્રણ વખત પાસ

595

આ વિદ્યાર્થી સંસ્કૃત, ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ચાર ભાષામાંપ્રભુત્વ ધરાવે છે.ત્રણ વર્ષે પિતાનું અવસાન થતા માતાએ પ્રેરણા આપી


બોટાદ જિલ્લાના સારંગપુર ગામમાં આવેલા BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયનો વિદ્યાર્થી વંદનભાઈ હર્ષદભાઈ રાણપુરવાળાએ રાષ્ટ્રીય સ્તરે યોજાતી અસી.પ્રોફેસરની (NET)પરીક્ષા સતત ત્રણ વખત પાસ કરીને અનોખી સિધ્ધિ હાસલ કરી છે.
લોકો ગુજરાતના વિદ્યાર્થીઓ પર આક્ષેપ કરે છે કે અહીંના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બહુ સફળ થતા નથી. સફળ વિદ્યાર્થીઓના આંકડાઓને જોતા આ વાત કેટલીક હદે સાચી પણ લાગે. જે રીતે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે સફળ નીવડે છે તેની સામે ગુજરાતના વિદ્યાર્થીઓની સંખ્યા અતિ અલ્પ હોય છે. પરંતુ વંદનભાઈએ ગુજરાતની આ છાપ બદલી નાંખી છે. સતત ત્રણ વખત આ પરીક્ષા ઉચ્ચ ગુણાંક સાથે પાસ કરીને તેણે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર ભારતમાંથી માત્ર ૫-૬ ટકા વિદ્યાર્થીઓ જ આ પરીક્ષામાં પ્રોફેસર પદ માટે કવાલીફાઈ થાય છે.
વંદનભાઈનો જન્મ ૨૫-૦૮-૧૯૯૭ના રોજ થયો, ત્રણ વર્ષબાદ વર્ષ.૨૦૦૦મા તેમના પિતાનું અવસાન થયું હતુ. તેઓના માતા નીતાબહેનને વંદનના ઉજ્જવળ ભવિષ્યનો વિશ્વાસ હતો. આ પરિસ્થિતિમાં તેઓએ પોતાની માતાના સહારે શ્રેષ્ઠ અભ્યાસ કર્યો અને ૧૦મા તથા ૧૨મા ધોરણમાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યું હતુ. તેમના માતાએ વિચાર્યું કે, ‘મારો વંદન ભણે તો એવું ભણે જેથી દેશની, ધર્મની, અને સંસ્કૃતિની સેવા થઈ શકે.’ પોતાની અગવડને અવગણીને પણ તેઓએ વંદનને સારંગપુરમાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ચાલતી કોલેજમાં સંસ્કૃતમા ભણાવ્યો.
આ વિદ્યાર્થીએ જણાવ્યુ હતુ કે બાળપણથી માંડી M.A.સુધી અભ્યાસની જવાબદારી પ્રમુખસ્વામી મહારાજે લીધી હતી. આ ઋણમાંથી હું ક્યારેય છૂટી નહીં શકું. માતાએ મને સત્સંગ અને સંસ્કાર આપ્યાં. સારંગપુરના સંસ્કૃત મહાવિદ્યાલયમાં હું ચારિત્ર ઘડતરના પાઠ શીખ્યો. નેટ પરીક્ષા પાસ કરી શક્યો તેનું સંપૂર્ણ શ્રેય આ મહાવિદ્યાલયને આપું છું..”વંદનની સંસ્કૃત અધ્યયન યાત્રાનો શુભારંભ ઈ.સ.૨૦૧૪માં થયો. સોમનાથ યુનિવર્સિટીની પ્રત્યેક પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ પરિણામની મેળવી B.A. અને M.A.નો અભ્યાસ પૂર્ણ કર્યો. આંખો પહોળી કરી દે એવી ઘટના તો ત્યારે બની, જ્યારે વંદનભાઈએ અભ્યાસની સાથે સાથે NETની પરીક્ષામાં સતત ત્રણ વાર ડિસેમ્બર ૨૦૧૮, જૂન ૨૦૧૯ અને ડિસેમ્બર ૨૦૧૯માં સિધ્ધિ પ્રાપ્ત કરી. આ પરીક્ષા પાસ કરવી એ કઠિન હોય છે. ત્યારે આ વિદ્યાર્થીએ સતત ત્રણ વાર આ પરીક્ષામાં સારા ગુણ સાથે પ્રાપ્ત કરી છે. આ વિદ્યાર્થીએ સંસ્કૃત, ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ચાર ભાષામાં ૨૦ વર્ષે જ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતુ. આ ઉપરાંત સમાચારપત્રમાં લેખ લખવા, વિદ્વાનોની કોન્ફરન્સમાં પ્રસ્તુતિ કરવી જેવી અનેક ઉપલબ્ધિઓ નાની વયે પ્રાપ્ત કરી છે. સંસ્કૃત સંભાષણની શિબિરમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં આ વિદ્યાર્થીએ પ્રથમ સ્થાન મેળવ્યુ હતું. ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત વચનામૃત, શ્રીમદ્ભગવદ્ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર જેવા ગ્રંથો તથા વ્યાકરણશાસ્ત્ર ઉપરનું ઊંડાણપૂર્વકનું અધ્યયન કર્યુ છે. આ વિદ્યાર્થી અત્યારે સારંગપુરમાં કા.પ્રાધ્યાપક છે. હાલ તેઓનું પી.એચ.ડી. એમ.એસ. યુનિવર્સિટીમાં ચાલી રહ્યું છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના પરમ પૂજ્ય વિશ્વવંદનીય પ્રમુખસ્વામી મહારાજ તથા વર્તમાન ગુરુ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સત્સંગી હોવાથી તેઓનું જીવન સત્સંગસુવાસથી સુગંધિત છે.

તસવીર:વિપુલ લુહાર

Previous articleNIA તપાસ ચલાવતી એક કરોડથી વધુ જાલી નોટની તપાસ તથા સુરત શહેર અમરોલી પોલીસ સ્ટેશનના જાલી નોટ ના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ
Next articleઅતુલ્ય ભારત” વિષયે ભાવનગર નગરપાલિકા ની પ્રાથમિક શાળાઓના ઉત્તમ ૨૮ બાળકોનો ચિત્ર વર્કશોપ શિશુવિહાર પુસ્તકાલયના ઉપક્રમે યોજાય ગયો