અમરેલી જીલ્લાનું વહીવટી તંત્ર દામનગર શહેર પ્રત્યે નકારાત્મક દ્રષ્ટિએ વિચારતું હોય ઈ.સ.૧૮૮૯ ની સાલમાં શ્રીમાન દામાજીરાવ ગાયકવાડ સરકારે બનાવેલ ભવ્ય ઈમારતોમાં વહીવટી કચેરી,પોલીસ સ્ટેશન,ગ્રામ પંચાયત કચેરી,નાયબ મામલતદાર કચેરી,દિવાની અદાલત વરસો સુધી કાર્યરત રહી,જે અન્ય સ્થળે લઈ જવાઈ,સબ હોમગાર્ડસ ઓફિસ હતી,હાલમાં માત્ર સીટી સર્વેની કામગીરી થાય છે.
આ ઈમારાતો ની પાછળ અને આગળની બાજુએ જર્જરિત હાલતમાં કર્મચારીઓના કવાટર હતા-છે.છેલ્લા પાંચેક વરસથી આ ઈમારત ના.કા.ઈ.શ્રી મા.મ.પે.વિ.નઁ.૨,અમરેલી હસ્તક હોવા છતાં કોઈ ઉકેલ આવતો ન હોય ખંઢેર હાલત તેમજ કિંમતી વસ્તુઓ જોવા મળતી નથી,યોગ્ય નેતાગીરીના અભાવે આ અતિ મૂલ્ય ધરોહરની જગ્યાએ સમાજને ઉપયોગી થાય એવા મહત્વપૂર્ણ નિર્ણય કલેક્ટર દ્વારા લેવામાં આવે એવી શહેરીજનોની બુલંદ માંગ ઉઠી છે.તસ્વીર-અહેવાલ અતુલ શુકલ