રાજ્યના દિવ્યાંગોએ સોમવારે પોતાની માંગણીઓનો મોરચો માંડ્યો હતો. શહેરની સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા દિવ્યાંગોએ સરકાર સામે પોતાની માંગણીઓને રજૂ કરી હતી. જેમાં ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા પંચાયત અને વિધાનસભામાં તેમની સીટ અનામત રાખવાની માંગ કરી હતી. દિવ્યાંગોએ કહ્યુ કે, રાજ્યમાં દિવ્યાંગ લોકોને રોજગારી પણ માંડ મળી રહે છે. ત્યારે ગેસ એજન્સી, પેટ્રોલપંપનુ લાયસન્સ આપવા માંગ કરી હતી.
શિક્ષિત બેરોજગારનો રોજગારી મળતી નથી. ભ્રષ્ટ્રાચારીઓ ગરીબોને મળતી સહાય ચાઉ કરી જાય છે. રાજ્યમાં વસવાટ કરતા લોકોની સમસ્યા હલ કરવામાં સરકાર ઉણી ઉતરી છે. આંદોલનો વધી રહ્યા છે, શિક્ષિત, ખેડૂતો, શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓ આંદોલન કરી રહ્યા છે. તેથી આ અંગે રોષ જોવા મળે છે.