ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે રૂવાપરી રોડ બહુચર માતાના મંદરીની બાજુમા જાહેર જગ્યામાં રોડની સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમે છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન કુલ -૩ ઇસમો ઇસમો જાહેરમાં પૈસા-પાના વતી તીન પતીનો પૈસાની હાર-જીતનો જુગાર રમતા મળી આવતા જેમા (૧) સુનિલભાઇ વેલજીભાઇ રાઠોડ/કોળી ઉવ.૨૪ રહે.ખેડુતવાસ રૂવાપરી રોડ પાટા પાસે બહુચર માતાના મંદીરપાસે પ્લોટ નં-૨૦૪ જાદવભાઇના મકાનમા ભાડેથી ભાવનગર (૨) રાજેશભાઇ જેન્તીભાઇ મકવાણા/કોળી ઉવ.૩૫૪ રહે.નર્મદ ગામ કાળાતળાવ તા.જી ભાવનગર (૩) રવિભાઇ પ્રવિણભાઇ વેગડ/કોળી ઉવ.૨૭ રહે.રૂવાપરી રોડ બ્રાહ્મણ તલાવડી ખલાસી સોસાયટી પ્લોટ નં-૪૭ ભાવનગર વાળાઓને ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડ રૂ.૧૬,૧૦૦/- મળી કુલ કિ.રૂ. ૧૬,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણ તથા ઘનશ્યામભાઇ ગોહીલ તથા પો.કોન્સ ઇમ્તીયાઝખાન પઠાણ તથા પો.કોન્સ.સંજયભાઇ ચુડાસમા તથા મહેન્દ્રભાઇ ચૌહાણ એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા.