અમરેલી જિલ્લામાં આવેલ વનવગડામાં અનેક દુર્લભ જીવો પોતાના જીવન અસ્તિત્વ માટે હાલ મરણીયો સંઘર્ષ કરી રહ્યાં છે. આવા જીવો પૈકી એક રંગ બદલતો કાંચીડો ખાંભા પંથકના જંગલમાં જલ્વે જ જોવા મળે છે. એક સમયે પ્રચૂર માત્રામાં નજરે ચડતું આ જીવ બેફામપણે થતા શિકારને લઈને નામ શેષ થવાની અણીએ પહોંચી છે. તાજેતરમાં એક વન્ય પ્રેમીએ કુદરતના સોહમ સ્વરૂપને કેમેરામાં કેદ કર્યુ હતું.