ટંકારામાં શનિવારે વિજ્ઞાન જાથા ચંદ્રકાન્ત મંડીરનું બહુમાન કરશે

626

રાજકોટમાં મંડીર પરિવાર છેલ્લા પાંચ દાયકાઓથી વસવાટ કરે છે. વર્ષ ૧૯૭૬ થી શિક્ષણ ખાતા સાથે સંકળાયેલ હાલ ન્યુ પરિમલ સ્કૂલના સંચાલક ચંદ્રકાન્ત લાભશંકર મંડીરનું રાજયમાં ર૦ શ્રેષ્ઠીઓમાંથી પસંદગીના કારણે શનિવાર તા. રપ મી જાન્યુઆરીએ સવરે ૧૧ કલાકે દયાનંદ સરસ્વતી હોલ, ટંકારામાં રાજ્યના એડી. ડી..પી. ડૉ. વિનોદકુમાર મલ્લના હસ્તે અદકેરું સન્માન થવાનું છે. રાજ્યમાં વિશાળ મિત્રવર્તુળ ધરાવતા શૈક્ષણિક જગતના સંચાલકો, આચાર્યો, શિક્ષણ શાસ્ત્રીઓએ ઠેર ઠેરથી શુભેચ્છા પાઠવી છે. પરિવારમાં અનેરો ખુશીનો માહોલ સર્જાયો છે.
ભારત જન વિજ્ઞાન જાથા દાયકાઓથી રાજયમાં વિજ્ઞાન ચાર–સાર સાથે અંધશ્રદ્ધા નિવારણનું કામ કરે છે. વૈજ્ઞાનિક મિજાજ કેળવવામાં મદદરૂપ થનારા અને પર્દાફાશની કામગીરીમાં જોડાયેલા વિશિષ્ઠ વ્યક્તિતઓનું અવારનવાર સન્માન કરે છે. યોગ્ય સમયે કદર થવી જોઈએ તેવી જાથાની અંગત માન્યતા છે. રાજકોટમાં વર્ષોથી સ્થાયી થયેલા શિક્ષણશાસ્ત્રી ચંદ્રકાંત મંડીર વર્ષ ૧૯૭૬ થી મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં નિમણૂંક થઈ હતી. સરકારી શિક્ષણ વિભાગમાં ૩૬ વર્ષ સેવા આપી છેલ્લે નાયબ લ્લા શિક્ષણાધિકારી સેવા આપી તેમાં દાહોદ, જામનગર, રાજકોટ ફરજ બજાવી હતી. અત્યારે ન્યુ પરિમલ સ્કૂલમાં સંચાલક તરીકે કામગીરી કરી ઉત્તમ ફરજ બજાવે છે. છેલ્લા દશ વર્ષ ‘જાથા’ ની ત્યેક વિજ્ઞાન ચાર વૃત્તિમાં જોડાઈને સહયોગ આપે છે. ન્યુ પરિમલ સ્કૂલમાં કાર્યક્રમો ગોઠવવાં આવે છે તેમને પરિવારના સદસ્યો ઉપરાંત શિક્ષકો–શિક્ષિકાઓ મીશનથી કામગીરી કરવા બદલ જાથાએ રાજયમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પસંદગી કરી ૠણ સ્વીકાર કર્યો છે. સંચાલક મંડિરનો બહોળો ચાહક વર્ગે શુભેચ્છા મો. ૯૮૭૯૦ ર૧૭પ૦ પાઠવી અભિનંદન આપ્યા છે.
શનિવારે જાથાના રાજયકક્ષાના સમારોહમાં સન્માનપત્ર – એવોર્ડ એનાયત થશે તેમ શાળાની યાદીમાં જણાવાયું છે.

Previous articleલાઠી સંતોકબા મેડિકલ સેન્ટર ખાતે ૨૬ જાન્યુઆરી ના દીને મૃદુહદય ના રાજવી કવિ કલાપી ના જીવન કવન વિશે યોજાશે નાટીકા
Next articleલાઠી વચ્ચે છભાડીયા થી ભીંગરાડ ગામ જતા બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો