દાવોસ (સ્વિટ્ઝર્લેન્ડ) ખાતે ચાલી રહેલ ૫૦મી વાર્ષિક ‘વર્લ્ડ ઈકોનોમીક ફોરમ’ની
બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ IMOનાં
સેક્રેટરી જનરલ શ્રી કીટક લીમ સાથે મુલાકાત દરમિયાન પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી
જયંતીની ઉજવણીની માહિતી આપી હતી તથા IMO કે જે UNOની મેરિટાઈમ સેક્ટરની
સર્વોચ્ચ સંસ્થા છે, તેમાં ગાંધીજીની પ્રતિમા મુકવા રજૂઆત કરેલ હતી; જેને IMOનાં સેક્રેટરી
જનરલ દ્વારા મંજુરી આપવામાં આવેલ છે. આ અનુસંધાને આગામી દિવસોમાં IMOનાં
હેડક્વાટર લંડન ખાતે પૂજ્ય ગાંધીજીની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવશે.
IMOએ સંયુક્ત રાષ્ટ્રની વિશેષ સંસ્થા તરીકે આંતરરાષ્ટ્રીય શિપિંગની સલામતી, સુરક્ષા
અને પર્યાવરણીય સુરક્ષા માટે વૈશ્વિક માનક-નિર્ધારિત કરતી સંસ્થા છે. તેની મુખ્ય ભૂમિકા
શિપિંગ ઉદ્યોગ માટે એક નિયમનકારી માળખું બનાવવાની છે જે ન્યાયી અને અસરકારક છે,
વૈશ્વિકરૂપે અપનાવવામાં અને લાગુ કરવામાં આવે છે.
આ પ્રકારની ઘટના પ્રથમવાર બની રહી છે જેમાં સંયુક્ત રાષ્ટ્ર (UNO)ની કોઈપણ
સંસ્થાના હેડકવાર્ટર પર ગાંધીજીની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવશે.