મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સર્વગ્રાહી વિકાસ અને ઉન્નતિ માટે ખેડૂત, ખેતી, ગામડું, વંચિત અને અંતરિયાળ ક્ષેત્ર સહિત આંતરમાળખાકીય સુવિધા વિકાસ માટે ગ્રામીણ બેન્કો અને નાબાર્ડ જેવી કૃષિ ધિરાણ બેન્કો લાભાર્થીઓને વ્યાપક સહાય આપે તે આવશ્યક છે. નાબાર્ડ અને ગ્રામીણ ક્ષેત્રે કાર્યરત બેન્કોનો પ્રાથમિક ધ્યેય મહત્તમ ધિરાણનો જ હોવો જોઇએ.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં નાબાર્ડ દ્વારા આયોજીત સ્ટેટ ક્રેડીટ સેમિનારમાં મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા હતા. કૃષિમંત્રી આર. સી. ફળદુ, સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા ઉપર જે ફોકસ કર્યું છે તેમાં સરળ કૃષિ ધિરાણને પગલે નાબાર્ડ ૧૦૦ ટકા સફળતા મેળવશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીએ નાબાર્ડના આ વર્ષના સ્ટેટ ફોકસ પેપરની થીમ વોટર કન્ઝર્વેશન- ‘‘પર ડ્રોપ મોર ડ્રોપ’’ની રાખવામાં આવી છે તેની સરાહના કરતાં કહ્યું કે, નાબાર્ડના આ સંનિષ્ઠ પ્રયાસોને કારણે જળસંચય-જળસિંચન ક્ષેત્રે પણ આમૂલ પરિવર્તન આવશે જ.
વિજયભાઇ રૂપાણીએ કૃષિ, ગામડું, યુવાન અને શહેરી ક્ષેત્ર એમ બધાયના વિકાસ માટે કિસાનો કો સહી દામ, યુવાનો કો કામ, મહેંગાઇ પે લગામનું સૂત્ર એ રાજ્ય સરકારનો શાસનમંત્ર છે તેમ પણ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યમાં પાણીના સંકટને નિવારવા રાજ્ય સરકારે ડિસેલીનેશન પ્લાન્ટનો પ્રયોગ ઉપાડવાનું જે આયોજન કર્યુ છે તેમાં પણ નાબાર્ડ સહયોગી બને તેવી અપિલ કરી હતી. તેમણે ખાસ કરીને સિમાંત ખેડૂતોને ખેતી માટે કુદરત પર જ આધારિત રહેવું પડે છે તેની નુકચેતીની કરતાં કહ્યું કે, આવા ખેડૂતોને યોગ્ય ધિરાણ મળે યોગ્ય મોનિટરીંગ વ્યવસ્થા મળે તો ખેતીવાડીમાં તે પણ અગ્રેસર રહી શકે.
વિજયભાઇ રૂપાણીએ હેલ્થ, એજ્યુકેશન, કુપોષણ જેવા સામાજીક ક્ષેત્રોમાં પણ નાબાર્ડ ધિરાણ-સહાય અને ઝ્રજીઇ પ્રોજેકટ માટે અગ્રેસર બને તેવી અપિલ કરી હતી. તેમણે ફામર્સ પ્રોડયુસર્સ ઓર્ગેનાઇઝેશનને પ્રોત્સાહિત કરવામાં નાબાર્ડની ભૂમિકા માટે અભિનંદન આપતાં જણાવ્યું કે, રૂરલ ઇન્ઠ્રાસ્ટ્રકચરમાં ગોકુળ ગ્રામથી માંડીને મુખ્યમંત્રી ગ્રામ સડક જેવી આંતરમાળખાકીય વિકાસ સુવિધાઓ રાજ્ય સરકાર આપવા પ્રતિબધ્ધ છે, તેમાં પણ કૃષિ અને ગ્રામીણ ધિરાણ બેન્કો, સહકારી બેન્કો મદદરૂપ થઇ શકે.
મુખ્યમંત્રીએ સ્વસહાય જૂથોની બહેનોને ફાયનાન્સ, પશુપાલકો-ડેરીઓને ફંડીંગ દ્વારા સ્વાવલંબન માટેની નાબાર્ડની ફોકસ થીમ અને યુવાઓને મુદ્રા, સ્ટાર્ટઅપ જેવા સ્વરોજગારી ક્ષેત્રો માટે પણ સરળતાએ ધિરાણની હિમાયત કરી હતી.મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે વિવિધ બેન્કો, નાણાં સંસ્થાઓ, સ્વસહાય જૂથોને તેમની ઉત્કૃષ્ટતા માટે પુરસ્કૃત કરવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રાજ્યની કોઇપણ વિકાસ યોજનામાં નાબાર્ડ સહાયરૂપ બની છે તેનો આભાર વ્યકત કર્યો હતો. તેમણે રાજ્યમાં શૂન્ય ટકા વ્યાજે ૧ વર્ષ માટેના ટૂંકાગાળાના ખેત ધિરાણમાં પણ કેન્દ્ર સરકાર અને નાબાર્ડની સહાય મળે છે તેમ જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ રાજ્યમાં ૪૬ લાખ કિસાનોને કિસાન ક્રેડીટ કાર્ડ આપવાના લક્ષ્ય સામે ર૦ લાખને અપાયા છે તે અંગે નાબાર્ડને સૂચન કર્યું કે હરેક ખેડૂતને કિસાન ક્રેડીટ કાર્ડ મળે તે દિશામાં કાર્યરત થવું પડશે.
નીતિનભાઇ પટેલે પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના, પશુપાલન પ્રોત્સાહન અને અનાજના સુરક્ષિત સંગ્રહ માટે ગોડાઉન નિર્માણમાં પણ નાબાર્ડ લોન-સહાયની હિમાયત કરી હતી.
Home Gujarat Gandhinagar ગાંધીનગરમાં નાબાર્ડ આયોજિત સ્ટેટ ક્રેડીટ સેમિનારનો મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ