દેશના ૭૧માં પ્રજાસત્તાક પર્વની શહેર કક્ષાની ત્રિદિવસીય ભવ્ય ઉજવણી અંતર્ગત આજે ભરતનગર ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું

419

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું સૌથી મોટું પ્રજાકીય પર્વ એટલે ૨૬મી જાન્યુઆરી દેશનો પ્રજાસત્તાક દિન. સમગ્ર રાષ્ટ્રમાં પ્રજાને બંધારણીય અધિકારો સુપ્રત કરતા ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે રાષ્ટ્રનું બંધારણ અસ્તિત્વમાં આવવા સાથે આઝાદ ભારતના નાગરિકોને બંધારણીય અધિકારો સુપ્રત થવા સાથે વિશ્વની સૌથી મજબૂત અને સૌથી મોટા લોકશાહી દેશનું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી લઈ આજે સમગ્ર રાષ્ટ્ર તેનો ૭૧મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે ભાવનગર ખાતે પણ ૭૧માં પ્રજા સત્તાક પર્વની ભાવનગર મહાનગર કક્ષાની ભવ્ય ઉજવણી ભાવનગર મહાનગર પાલિકા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને સોશિયલ વેલ્ફેર વિભાગના ઉપક્રમે ત્રિદિવસીય ઉજવણી કાર્યક્રમો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા નં.૭૬, ભરતનગર ખાતે ઉજવાઈ રહ્યો છે

જે અંતર્ગત આજે સવારે (૨૪ જાન્યુઆરી) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નનું સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સમગ્ર ભરતનગર ખાતે “સ્વચ્છતા અભિયાન” શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી નિલેશભાઈ રાવલના નેતૃત્વમાં ચલાવવામાં આવ્યું હતું જેમાં શહેર સંગઠનના પદાધિકારીઓ, નગરસેવકો, શિક્ષણ સમિતિના સદસ્યો, મહાનગર પાલિકાના પદાધિકારીઓ, વિવિધ શાળાના શિક્ષકો વગેરે દ્વારા સ્કૂલનું મેદાન અને સ્કૂલ ફરતા રોડ સહિત સમગ્ર ભરતનગરમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

Previous articleભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા અંતર્ગત 379મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ
Next articleબોટાદ જીલ્લા પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમનુ આયોજન કરાયુ