બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ ની લોકો ને માહિતી આપવામાં આવી.
ગુજરાત રાજ્યનાં નગરિકોને સાયબર ક્રાઇમ સુરક્ષા સંબંધે સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ પ્રોજેક્ટનુ અનાવરણ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ના વરદ હસ્તે તા.૧૧/૧/૨૦૨૦ ના રોજ મહાત્મા મંદીર, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યુ હતુ.જે પૈકી સાયબર ક્રાઇમ Incident Response Unit તેમજ Anti-cyber Bulling Unit અંગેના પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવેલ છે.અને આ પ્રોજેક્ટના લાભ તમામ બોટાદ જીલ્લાના નાગરીકો લઇ શકે અને લોકોના મોબાઇલ ફોનમાં ફોન કરી ભોળવીને વિવિધ લાલચ અને પ્રલોભનો આપી બેક એકાઉન્ટને લગતી માહિતી મેળવી લોકો સાથે છેતરપીંડી કરવામાં આવતી ટોળકીઓ ઉપર અંકુશ લાવી શકાય તેમજ જીલ્લાના નાગરીકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને અને જો ભોગ બનેલ હોય તો તેઓને તાત્કાલીક પોલીસ દ્વારા રીસ્પોન્સ મળે તે હેતુથી બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તરફથી વિવિધ કાર્યક્રમ કરવાનુ આયોજન કરવામાં આવેલ.આવા પ્રકારના ગુન્હાઓ બનતા અટકાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ ચાલુ કરી દેશમાં પહેલ કરવામાં આવી હોય અને જે પ્રોજેક્ટની તમામ નાગરીકોને જાણ થાય તે હેતુથી બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા ના માર્ગદર્શન હેઠળ બોટાદ પોલીસ દ્વારા નગરપાલીકા કોન્ફરન્સ હોલ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમાં જીલ્લાના પ્રતિષ્ઠિત આગેવાનો,આંગડીયા પેઢીના સંચાલકો-માલીકો,મોબાઇલ શોપ ધારકો, હોટલ ગેસ્ટહાઉસ માલિકો-સંચાલકો, વેપારીઓ, બોટાદ જીલ્લાના ગાંમડાઓના સરપંચઓને તેમજ બોટાદ જીલ્લાની આમ જનતાને આમંત્રણ આપવામાં આવેલ અને મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં હાજર રહેલ અને તેઓનુ પોલીસ ઇન્સપેક્ટર એચ.આર.ગોસ્વામી એ શબ્દો થી તમામ આમંત્રિત મહેમાનોનુ સ્વાગત કરવામાં આવેલ અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.હાજર રહેલ નાગરીકોને સાયબર ક્રાઇમ તેમજ સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ અંગેનુ પુરતી જાણકારી મળી રહે તે હેતુથી સાયબર ક્રાઇમ એક્સપર્ટ મનિષભાઇ જૈન તથા એસ.બી.આઇ બેંક કોર્ટ કંપાઉન્ડના બેંક મેનેજર અશોક પ્રસાદ તેમજ અન્ય બેંકોના માહીતગાર વ્યક્તિઓ હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા સાયબર ક્રાઇમ તેમજ સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ અંગેની પુરતી જાણકારી આપવામાં આવેલ અને પ્રથમ સાયબર ક્રાઇમથી કઇ રીતે બચવુ અને કેવા પ્રકારની તકેદારી રાખવી તે બાબતેની જાણકારી આપવામાં આવી હતી.બાદમાં બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા પણ સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ ની માહિતી આપવામાં આવી અને બોટાદ જીલ્લો નવનિર્મિત જીલ્લો હોય જેથી પ્રોજેક્ટ અંતર્ગત ૧૧૨ નંબર આપવામાં આવેલ છે અને ભોગબનનાર પ્રોજેક્ટનો પુરતો ઉપયોગ અને ભોગબનનારને બોટાદ જીલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક રિસ્પોન્સ આપવામાં આવશે તે અંગેની બાહેધરી આપવામાં આવી હતી. તેમજ અંતમાં પ્રો.ડી.વાય.એસ.પી જે.જે.ગામીત દ્વારા તમામ પધારેલ આમંત્રિત મહેમાનોની આભાર વ્યક્ત કરેલ અને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ તેમજ ફેઇક કોલથી લોકોમાં જાગૃતિ આવે અને લોકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેમજ સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ ની માહિતી તમામ નાગરિક સુધી પહોંચે તે હેતુથી ટેમ્પલેટો વહેંચવામાં આવી અને બોટાદ જીલ્લાના કોઇ નાગરિક આવા કોઇ ફેઇક કોલનો શિકાર ન બને કે કોઇ સાયબર ક્રાઇમને લગતા ગુન્હાનો શિકાર ન બને તે આશયથી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આવા ફેઇક કોલથી સવાધાન રહેવા તથા બેંક ખાતાને લગતી કોઇ માહિતી નહિ આપવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
તસવીર:વિપુલ લુહાર