જાફરાબાદના બાલાની વાવ ગામે કાઠી ક્ષત્રિય બોરીચા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞની તા. રપ-૩ થી ૩૧-૩-ર૦૧૮ સુધી વકતા શાસ્ત્રી જીવાદાદ દ્વારા કથા રસપાન થશે. કથા પ્રારંભમાં પોથીયાત્રા બાદ દિપપ્રાગટય વાવડી રૂખડ બાપુની જગ્યાના મહંત પુજય બાબાભાઈ બાપુ, ભગુડા ખોડિયાર આશ્રમના મહંત ઉદયગીરી બાપુ, શાસ્ત્રી જીવાદાદ તથા બોરીચા પરિવાર તેમજ ગામ આગેવાનો સરપંચ સહિત બાબરીયાવાડ, કાઠીયાવાડ પંચાળ સુધીના કાઠી ક્ષત્રિય સમાજની હાજરીમાં કથા પ્રારંભ થયો આજના પ્રસંગે આયોજક નાગભાઈ ડોસલભાઈ બોરીચા સાથે શેલારભાઈ બોરીચા, મધુભાઈ બોરીચા, રામકુભાઈ બોરીચા, અમરૂભાઈ બોરીચા, હકુભાઈ બોરીચા, પ્રતાપભાઈ બોરીચા દ્વારા સાધુ સંતો તેમ મહાનુભાવોનો સન્માન સમારંભ યોજાયો. જેમાં મોમાઈ ધામના મહંત, લખમણ દાસબાપુ, ધાવડી મહંત બાબાભાઈ બાપુ, લવકુંશ બાપુ, ચાંદલીયા ડુંગર, રાજમુની બાપુ (મથુરા) મહંત બાલકદાસ બાપુ (ભટવદર), મંછારામ બાપુ કાગવદર, ભાવેશગીરી બાપુ સતીમાં નો આશ્રમ બાલાના વાવા મહંત રાજમુની બાપુ કુતીયાણા સહિત સંતો હાજર રહી કથા રસપાન સાથે સંતોને સન્માનીત કરાયા આ કથા પ્રસંગમાં આરટીઆઈના પ્રતાપભાઈ જે વરૂ તથા ગામના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. આ કથા દરમ્યાન ચારણ દેવીઓ તથા બારપટોળી આશ્રમના મહંત ઉર્જામૈયા તથા કાગવદર રાધામાં ઉપસ્થીત રહેશે. શ્રીમદ ભાગવત કથાના ધાર્મિક પ્રસંગો કપીલ જન્મ, નરસિંહ અવતાર, રામજન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ સુદામા ચરીત્ર જેવા ધાર્મિક પ્રસંગો ધામ ધુમથી ઉજવાશે.