પોલીસ ભરતીમાં થયેલા અન્યાયનીં વિરોધમાં મુંડન કરાયું

470

ભાવનગરમાં એલ.આર.ડી. પોલીસ ભરતીમાં ઓ.બી.સી., એસ. સી, એસ.ટી. ની મહિલાઓ સાથે થયેલા અન્યાયનાં વિરોધમાં ઓ.બી.સી. હક્ક અધિકાર જાગૃતિ અભિયાનના નેજા હેઠળ ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન કરવામાં આવનાર છે. ત્યારે મુંડન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એ મુંડન કરાવી ન્યાયની બુહાર લગાવી હતી.
એલ.આર.ડી. પોલીસ ભરતીમાં ઓ.બી.સી., એસ. સી., એસ.ટી. ની મહિલાઓને થયેલા અન્યાયનાં વિરોધમાં છેલ્લા ૪૫ દિવસથી બહેનો ગાંધીનગર ખાતે આંદોલન ચાલી રહ્યું છે. એસ.સી., એસ. ટી. ઓ.બી.સી. ઉમેદવારોને વધારે માર્કસ આપ્યા હોવા છતાં મહિલા ઉમેદવારોને નોકરી નહીં આપવામાં આવતાં વિરોધનો સુર ઉઠવા પામ્યો છે. જેના અનુસંધાને ૪૫ દિવસથી મહિલા ઉમેદવારો ગાંધીનગર ખાતે આંદોલન કરી રહી છે. ત્યારે સરકાર દ્વારા ન્યાય આપવાના બદલે ડરાવવા, ધમકાવાનું કામ કરતાં હોવાનું ઓ.બી.સી. નેતા ધરમશીભાઇ ધાપા એ જણાવ્યું છે. તદ્‌ઉપરાંત મહિલા ઉમેદવારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ગતિમાન બનશે. આ સમગ્ર આંદોલનના સમર્થનમાં ઓ.બી.સી. હક્ક અધિકાર જાગૃતિ અભિયાન ના નેજા હેઠળ ભાવનગરમાં ભાજપ સરકારનું બારમું કરી, મુંડન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ઓ.બી.સી. નેતા ધરમશીભાઇ ધાપા નેતૃત્વ તળે ઓ.બી.સી. હક્ક અધિકાર જાગૃત્તિ અભિયાસ્ન, કલ હમારા યુવા સંગઠન, મારફત તદ્‌ઉપરાંત અન્ય સમાજના લોકોનાં સહયોગ સાથે મુંડન કાર્યક્રમનું આયોજનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એ મુંડન કરાવ્યા હતા. અને અન્યાય નો વિરોધ કરવા આ કાર્યક્રમમાં મહિલો પણ મોટી સંખ્યામાં જાડાઇ હતી.

Previous articleબોરતળાવ પોલીસ સ્ટેશનમાં ધમકી આપવાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.
Next articleએશ્વર્યા બ્રેક લેવા માટે તૈયાર નથી : હેવાલમાં દાવો કરાયો