હવે અભિષેક બચ્ચન લાંબા સમય બાદ ફિલ્મમાં દેખાશે

572

અભિષેક બચ્ચન લાંબા ગાળા બાદ એક ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી તરીકે કોણ રહેશે તેની પસદગી હજુ સુધી કરવામાં આવી નથી. અભિષેક લાંબા સમય બાદ એક સારી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તે જોરદાર ધડાકો કરવા માટે તૈયાર છે. વિદ્યા બાલનની હિટ ફિલ્મ કહાનીની પ્રિક્વલ ફિલ્મ બોબ બિશ્વાસ નામની ફિલ્મમાં તે કામ કરી રહ્યો છે. અભિષેકે શુટિંગ શરૂ કરી દીધી છે. પહેલા દિવસના શુટિંગ દરમિયાન અભિષેક બચ્ચન દ્વારા એક ખુબસુરત ફોટો શેર કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે ફિલ્મનુ નિર્માણ શાહરૂખ ખાન અને ગૌરી ખાન દ્વારા કરવામાં આવી રહ્યુ છે. રેડ ચિલિજ એન્ટરપ્રાઇઝ દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. અભિષેકે જે ફોટો શેર કર્યો છે તેમાં ચશ્મા અને એક મોબાઇલ ફોન દેખાય છે. માનવામાં આવે છે કે બોબ બિશ્વાસના કરેક્ટરમાં અભિષેક આ ચશ્મા પહેરનાર છે. સાથે સાથે આ ફિલ્મનો ઉપયોગ કરનાર છે. બોબ બિશ્વાસ સુજોય ઘોષ દ્વારા નિર્દેશિત ફિલ્મ કહાનીમાંથી નિકળેલ એક પાત્ર તરીકે છે. બિશ્વાસ એક એલઆઇસી એજન્ટ તરીકે હતો. જો કે તે રાત્રે છુપાઇને સોપારી લઇને હત્યા કરતો હતો. જો કે પોપ્યુલર પાત્રને અદા કરનાર બંગાળી અભિનેતા શાશ્વત ચેટર્જી હવે બોબ બિશ્વાસનો હિસ્સો તરીકે રહેશે નહીં. જો કે હાલના દિવસોમાં જ્યારે શાશ્વતના જવાના સમાચાર આવ્યા ત્યારે ફેન્સ ભારે હતાશ થયા હતા. બોબ બિશ્વાસના રોલને શાશ્વતે જોરદાર રીતે અદા કરી હતી. ચાહકો હાલમાં ભારે આશાવાદી છે. ચાહકોના મનમાં જગ્યા બનાવી દેવામાં તે સફળ રહ્યા હતા. ચાહકો ફિલ્મને લઇને આશાવાદી બન્યા છે.

Previous articleએશ્વર્યા બ્રેક લેવા માટે તૈયાર નથી : હેવાલમાં દાવો કરાયો
Next articleતાનાજીનો જળવો : કમાણીનો આંક ૨૦૦ કરોડની નજીક છે