તાનાજીનો જળવો : કમાણીનો આંક ૨૦૦ કરોડની નજીક છે

561

અજય દેવગનની ફિલ્મ તાનાજી ફિલ્મનો જલવો બોક્સ ઓફિસ પર જારી રહ્યો છે. બોક્સ ઓફિસ પર ફિલ્મને નોંધપાત્ર સફળતા મળી રહી છે. બીજા સપ્તાહમાં પણ ફિલ્મ સફળ સાબિત થઇ રહી છે. અજય દેવગનની આ ફિલ્મની કમાણી ૧૯૨ કરોડ સુધી પહોંચી ગઇ છે. હવે ફિલ્મની કમાણી ૨૦૦ કરોડની નજીક છે. તે ટુંક સમયમાં જ ૨૦૦ કરોડના આંકડાને પાર કરી લેશે. બીજા સપ્તાહમાં આ ફિલ્મની કમાણીની વાત કરવામાં આવે તો આંકડો ૭૭ કરોડ સુધી પહોંચી ગયો છે. આની સાથે જ બોલિવુડમાં બીજા સપ્તાહમાં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં તે આઠમી ફિલ્મ બની ગઇ છે. બોક્સ અજય દેવગનની કેરિયરની વાત કરવામાં આવે તો તે પહેલા તેની ફિલ્મ ગોલમાલ અગેઇને ચોક્કસપણે બીજા સપ્તાહમાં ૪૬ કરોડની કમાણી કરી લીધી હતી. આ રીતે તાનાજી કમાણીના મામલે અજય દેવગનની બીજી ફિલ્મ બની ગઇ છે. સતત શાનદાર દેખાવ કરી રહેલી અજય દેવગનન આ ફિલ્મ તમામ ચાહકોને પસંદ પડી રહી છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં શાહિદ કપુરની કબીર સિંહ અને રણબીર કપુરની સંજુ ફિલ્મ બાદ આ ફિલ્મ રેકોર્ડ સફળતા તરફ વધી ગઇ છે. પ્રથમ સપ્તાહમાં કમાણીનો આંકડો પણ રેકોર્ડ સપાટી પર પહોંચી ગયો હતો.
હવે તે વધુ સફળતા હાંસલ કરી શકે છે. હવે આ ફિલ્મની ટક્કર પંગા અને સ્ટ્રીટ ડાન્સરની સાથે થનાર છે. જેથી હવે કમાણીમાં ઘટાડો થઇ શકે છે. જો કે ૨૦૦ કરોડની કમાણીના આંકડા સુધી તો આ ફિલ્મ હવે પહોંચી જનાર છે.રણબીર કપુરની સંજુ અને શાહિદ કપુરની કબીર સિંહ તે પહેલા રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી.

Previous articleહવે અભિષેક બચ્ચન લાંબા સમય બાદ ફિલ્મમાં દેખાશે
Next article“રન ફોર ક્લીન જુનાગઢ” મેરેથોનને પ્રમોટ કરવાના હેતુથી કમિશ્નર શ્રી તુષાર સુમેરાની ડૉ. સુભાષ ટેકનીકલ કેમ્પસ-જૂનાગઢ ની મુલાકાત.