ઘોઘા ખાતે યોજાનાર ૭૧ મા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમનું રિહર્સલ કરાયુ

522

૭૧માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઇ
રાદડીયાની અધ્યક્ષતામાં કરવામાં આવશે. આ ઉજવણી ઘોઘા ખાતેના પોલિસ પરેડ મેદાનમાં કરવામાં
આવશે.


આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુચારૂ રીતે થઈ શકે તે માટેનું રિહર્સલ કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની
રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતુ. જેમા કલેક્ટરશ્રીએ જિલ્લા પોલિસ તંત્ર દ્વારા યોજાયેલ પરેડ, શૈક્ષણિક
સંસ્થાઓ દ્વારા રજુ કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ અશ્વ શોનું નિરીક્ષણ કરી જે તે ટીમ લીડરને
જરૂરી સુચનાઓ આપી હતી. રીહર્સલમાં ભાગ લેનાર પરેડના જવાનો સાંસ્કૃત્તિક કાર્યક્રમમાં ભાગ લેનાર
શાળાઓ, માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બાળકો, વિધાર્થીઓની પ્રતિભાઓને નિહાળી હતી અને
બિરદાવી હતી. ઉપરાંત કાર્યક્રમના દિવસે પદાધિકારી/અધિકારીઓ, પત્રકારો, ઓડિયન્સ વગેરેની બેઠક
વ્યવસ્થા તથા રાજય સરકારની વિવિધ યોજનાકિય ઝાંખી દર્શાવતા ટેબ્લોઝના આયોજન વગેરે બાબતે
સંબધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. કલેક્ટરશ્રીએ આ રાષ્ટ્રીય પર્વમાં જિલ્લાના તમામ
નાગરિકો ઉત્સાહભેર જોડાય તેવી અપીલ કરી હતી. જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીની
તમામ તૈયારીઓ સંપન્ન કરી દેવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ, પોલિસ અધીક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર,
નિવાસી અધીક કલેક્ટરશ્રી ઉમેશ વ્યાસ, પ્રાંત અધિકારીશ્રી દિપક ચૌધરી, નાયબ પોલિસ અધિક્ષકશ્રી મનિષ
ઠાકર, મામલતદારશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી ઘોઘા ઉપસ્થિત રહ્યા હતા અને પરેડમાં ભાગ
લેનાર તમામ પોલિસ જવાનો, મહિલા પોલિસ, વન વિભાગના બિટગાર્ડ, હોમગાર્ડના જવાનો, કેડેટ વગેરેને
અભિનંદન પાઠવી રાષ્ટ્રીય પર્વે આકર્ષક પરેડ યોજાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

Previous article“રન ફોર ક્લીન જુનાગઢ” મેરેથોનને પ્રમોટ કરવાના હેતુથી કમિશ્નર શ્રી તુષાર સુમેરાની ડૉ. સુભાષ ટેકનીકલ કેમ્પસ-જૂનાગઢ ની મુલાકાત.
Next articleભાવનગર જિલ્લામાં સાતમી આર્થિક ગણતરીનો પ્રારંભ