જાફરાબાદ કેળવણી ઉત્ત્જક મંડળ સંચાલિત કુમાર એવમ કન્યા છાત્રાલય જાફરાબાદમાં એસએસસી અને એચએસસી બોર્ડની પરિક્ષા પુર્ણ થતાં તેમણે ભાવી જીવન શુભકામનાઓ પાઠવવા તેમજ છાત્રાલયના સંસ્મરણો વાગોળવા ભાવભીની વિદાય સહ દિક્ષાંત પર્વ ઉજવવામાં આવેલ. જે અન્વયે જાફરાબાદ તાલુકા મેજીસ્ટ્રેટ મામલતદાર એન.કે.ચૌહાણ અધ્યક્ષ સ્થાને તેમજ તાલુકા વિકાસ અધિકારી બી.ડી.ગોહિલ અને તાલુકા શિક્ષણ અધિકારી વાઢેળના અતિથિ વિશેષ સ્થાને દિક્ષાંત પર્વનું આયોજન થયેલ સૌપ્રથમ છાત્રાલયના બાળકો દ્વારા ખુબ જ રસપ્રદ અને અસરકારક સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ થયેલ વિદાય લઈ રહેલ છાત્રાલયના બાળકોમાંથી ધોરણ-૯ના વિદ્યાર્થી નામે વાળા કરણભાઈ અને ધોરણ-૧૦ના વિદ્યાર્થિની વાવડીયા માલુબેન દ્વારા લાગણી સભર દિક્ષાંત પર્વ અંગે પ્રતિભાવો રજુ કરેલ આવેલ મહેમાનોું નિામયક ઠાકોરદાસ રામાનંદી અશોકભાઈ પ્રજાપતિ, છાત્રાલયના અધિક્ષક કલ્પેશભાઈ રાવ, આચાર્ય હરેશભાઈ પુરોહિત અને સંસ્થા પરિવાર દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. છાત્રાલયમાં વર્ષ દરમિયાનની વિવિધ પ્રવૃતિઓમાં સહભાગી વિદ્યાર્થીઓએ ભાઈ બહેનોને મહેમાનોના વરદ હસ્તે ઈનામ આપી પુરસ્કૃત કરવામાં આવેલ. મામલતદાર ચોહાણે વિદ્યાર્થીઓને છાત્રાલયના સંસ્કારો જીવનમાં ઉતારવા તેમજ પ્રતિજ્ઞા વિષે અસરકારક સમજ આપેલ. નવલદાદા, ધોરી, જે.જે.પઠાણ, ભારમલ, પારેખ મહેતા સ્કુલના સારસ્વત ગણ તથા ટી.જી.સંઘવી અને કે.પી. મહેતા વિદ્યાલયની શિક્ષિકા બહેનો અને વાલીગણ ઉપસ્થિત રહેલ અને કાર્યક્રમનું સંચાલન જાનકી બહેન પુરોહિતની રાહબરી નીચે વધાસિયા ફાલ્ગુની બહેન કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવામાં છાત્રાલયના ગૃહભ્રાતા અને ગૃહ ભગિનીઓએ ભારે જહેમત ઉઠાવી તથા આભારવિધિ છાત્રાલયના અધિક્ષક કલ્પેશભાઈ રાવે કરેલ.