એલ.આર.વળીયા આટર્સ તથા પી.આર.મેહતા કોમર્સ કોલેજ દ્વારા પર્યાવરણ વિષય પર વ્યાખ્યાન યોજાયું

884

ભાવનગર કેળવણી મંડળ સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી સંલગ્ન  એલ.આર.વળીયા આર્ટસ અને પી.આર.મહેતા કોમર્સ કોલેજના મનોવિજ્ઞાન વિભાગના ઉપક્રમે વેસ્ટ વર્જીનીયા યુનિવર્સીટી,અમેરિકાના રીસર્ચ સ્કોલર અને હાયર એજ્યુકેશન ડાયરેક્ટર શ્રી વિજયસિંહજી રાઓલનું “પર્યાવરણી માનવ વર્તન પર થતી અસરો અને તેને સબંધિત મૂલ્યોનું જતન:” એ વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું,

ઉપરોક્ત કાર્યક્રમ કોલેજ પ્રિન્સીપાલ શર્મા સાહેબ તથા વાઈસ પ્રિન્સીપાલ અજંતાબા ગોહિલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો, ઉલ્લેખનીય છે કે અમેરિકાની વેસ્ટ વર્જીનીયા યુનિવર્સીટી સમગ્ર વર્લ્ડમાં કેમ્બ્રિજ,સ્ટેનફર્ડ યુનિવર્સીટી,ઓક્ષફર્ડ યુનિવર્સીટીની જેમ આ યુનિવર્સીટી પણ ટોપ રેન્કિંગમાં સમાવેશ પામતી યુનિવર્સીટી છે, આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મનોવિજ્ઞાન વિષયના અધ્યક્ષ ડો.વિરમદેવસિંહ ગોહિલ તેમજ અધ્યાપકો જોડાયા હતા, કુલ ૧૫૦ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનો લાભ લીધેલ,

 

Previous articleભાવનગર જિલ્લામાં સાતમી આર્થિક ગણતરીનો પ્રારંભ
Next articleભાવનગર ખાતે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ની ઉજવણી કરાઈ