બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા હાજર રહેલ અધિકારી ઓ તેમજ પોલીસ કર્મચારીઓને સુચના આપવામાં આવી કે બોટાદ જીલ્લાના કોઈ નાગરિક સાયબર ક્રાઇમના ગુન્હાનો ભોગ બને તો તાત્કાલિક જરૂરી મદદ પુરી પાડવી
ગુજરાત રાજ્યનાં નગરિકોને સાયબર ક્રાઇમ સુરક્ષા સંબંધે સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ પ્રોજેક્ટનુ અનાવરણ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઇ શાહનાઓના વરદ હસ્તે તા.૧૧/૦૧/૨૦૨૦ ના રોજ મહાત્મા મંદીર, ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે. જે પૈકી સાયબર ક્રાઇમ Incident Response Unit તેમજ Anti-cyber Bulling Unit અંગેના પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવેલ છે. અને આ પ્રોજેક્ટનો ભોગ બનનારને પુરતો રિસ્પોન્સ મળી રહે અને પોલીસને પુરતી જાણકારી મળી રહે હેતુથી બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તરફથી પોલીસ અધિક્ષક ના અધ્યક્ષ સ્થાને આજરોજ તા.૨૩/૦૧/૨૦૨૦ ના રોજ બોટાદ સર્કીટ હાઉસ ખાતે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ.જેમાં વિભાગીય પોલીસ અધિકારી રાજદીપસિંહ નકુમ તથા પ્રો.ડી.વાય.એસ.પી ડો.જે.જે.ગામીત તથા એલ.સી.બી પો.ઇન્સ એ.બી.દેવધા તથા એસ.ઓ.જી. પો.ઇન્સ એચ.આર.ગોસ્વામી તથા જીલ્લા તમામ પોલીસ સ્ટેશન તથા કચેરીના અધિકારીઓ તેમજ પી.એસ.ઓ. તરીકે કામ કરતા પોલીસ કર્મચારીઓ તેમજ તપાસની કામગીરી કરતા પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.સાયબર ક્રાઇમને લગતા ગુન્હાઓનો ભોગ બનનારને તાત્કાલિક મદદ મળી રહે તે આશયથી ગુજરાત પોલીસ દ્વારા સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવેલ છે. અને બોટાદ જીલ્લો નવનિર્મિત જીલ્લો હોય જેથી પ્રોજેક્ટ અંતર્ગત ૧૧૨ નંબર આપવામાં આવેલ છે. અને ભોગ બનનારને પુરતી મદદ મળી રહે તે સારૂ પોલીસ સ્ટેશન મારફત કઇ રીતે મદદ પુરી પાડવાની છે તે અંગેની પુરતી તાલીમ આપવામાં આવેલ અને બોટાદ જીલ્લાના નાગરિકોનો પોલીસ ઉપર વિશ્વાસ ટકી રહે અને ભોગ બનનારની ગયેલ રકમ સમયમર્યાદામાં પરત મળી રહે તે બાબતેની જરૂરી માહિતી આપવામાં આવેલ.તેમજ સાયબર ક્રાઇમ અંગેની માહિતીની આપ-લે કરવામાં સરળતા રહે અને પોલીસ કર્મચારીઓને પુરતી માહિતી મળી રહે તે સારૂ બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા ખાસ આમંત્રિત કરી સાયબર ક્રાઇમ એક્સપર્ટ મનિષભાઇ જૈન ને હાજર રખાવવામાં આવેલ અને જેઓ દ્વારા બોટાદ જીલ્લા પોલીસને સાયબર ક્રાઇમ તેમજ સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ અંગેની પુરતી જાણકારી આપવામાં આવેલ અને સાયબર ક્રાઇમ અંગેના ગુન્હાઓમાં માહિતી આપ-લે કરવા અંગેનુ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ.અંતમાં બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા હાજર રહેલ અધિકારી ઓ તેમજ પોલીસ કર્મચારીઓને સુચન આપવામાં આવેલ કે બોટાદ જીલ્લાના કોઇ નાગરિક સાયબર ક્રાઇમના ગુન્હાનો ભોગ બને તો તાત્કાલિક જરૂરી મદદ પુરી પાડવી અને બોટાદ જીલ્લાના છેવાડાના ગામડાના નાગરિકોને સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ ની જાણકારી મળી રહે તે બાબતેના પુરતા પ્રયત્નો કરવા જણાવવામાં આવેલ છે.
તસવીર:વિપુલ લુહાર