ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને નાસતા ફરતા આરોપીઓન ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ
જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે બાતમી આધારે વરતેજ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.ન. ૯૮/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ વિ. મુજબ ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ભાવેશભાઇ કેશુભાઇ પરમાર ઉ.વ.૨૫ રહેવાસી નારી રોડ, કુંભારવાડા ગીરનાર સોસાયટી, ભાવનગર મુળ- સનેશ તા.જી.ભાવનગરવાળાન નારી ચોકડી થી વરતેજ તરફ જવાના રસ્તે નાની ખોડીયાર મંદિર પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ, ઓમદેવસિંહ ગોહિલ, યોગીનભાઇ ધાંધલ્યા, તથા પોલીસ કોન્સ. સંજયસિંહ ઝાલા જોડાયા હતા.