અશોકકુમાર યાદવ, ડી.આઇ.જી.પી. ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે તા.08/01/2020 થી તા.28/01/2020 સુધીની ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, જે અન્વયે ભાવનગર પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ સાહેબ નાઓએ ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓ ને ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધીકારીઓને કડક સુચના આપેલ જે અનુસંધાને સીટી ડી.વાય.એસ.પી. ઠાકર તથા નિલમબાગ પો.સ્ટે.ના પો.ઇન્સ. એન.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ
આજરોજ પી.એસ.આઈ. એસ.એમ.સીસોદીયા ડી-સ્ટાફ તથા એ. એસ.આઈ. એસ.પી.શાહી તથા હે.કો. જનકસિંહ પ્રભાતસિંહ તથા પો.કો. મુકેશભાઇ બળવંતરાય તથા પો.કો.રાજેન્દ્રભાઇ ભલાભાઇ તથા પો.કો અનીલભાઇ મનુભાઇ તથા પો.કો માનદિપસિંહ ઉપેન્દ્રસિંહ વિગેરે નિલમબાગ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલિંગ મા હતા ત્યારે પો.કો. પો.કો.રાજેન્દ્રભાઇ ભલાભાઇ તથા પો.કો અનીલભાઇ મનુભાઇ બાતમીરાહે હકીકત મળેલ કે. મહેશ કિરીટભાઇ ચૌલેરા ઉ.વ-34 રહે રામજી મંદિર સામે પટેલ વાડીના બાજુમાં કણબીવાડ ભાવનગર , ખારગેટ થી કણબીવાડ તેના ઘરે જવાની બાતમી હકીકત વર્ણન વાળો ઇસમ નીકળતા જેને તુરતજ પકડી તેઓની પુછપરછ કરતા સદરહુ ગુન્હાનો એકરાર કરેલ અને પોતાની પાસે રહેલા થેલામાં રુપિયા આજ ગુનાના હોય જેથી પંચો રૂબરૂ મજકુર ઇસમનુ નામ સરનામુ પુછતા પોતે પોતાનુ નામ મહેશ કિરીટભાઇ ચૌલેરા ઉ.વ-34 રહે રામજી મંદિર સામે પટેલ વાડીના બાજુમાં કણબીવાડ ભાવનગર વાળો હોવાનુ જણાવેલ છે. મજકુર ઇસમની પુછપરછ દરમ્યાન ઉપરોકત ગુન્હાનો એકરાર કરેલ હોય જે પંચનામું કરી ભાવનગર નિલમબાગ પો.સ્ટે. A ગુ.ર.નં.-0020/2020 ઇ.પી.કો.કલમ-457 380 મુજબના ગુન્હાના કામે અટક કરેલ છે
આ સમગ્ર કામગીરીમાં પો.ઇન્સ. એન.જી.ચૌધરીની સુચના માર્ગદર્શન મુજબ પી.એસ.આઈ. એસ.એમ.સીસોદીયા તથા ડી-સ્ટાફ એ. એસ.આઈ. એસ.પી.શાહી તથા હે.કો. જનકસિંહ પ્રભાતસિંહ તથા પો.કો. મુકેશભાઇ બળવંતરાય તથા પો.કો.રાજેન્દ્રભાઇ ભલાભાઇ તથા પો.કો અનીલભાઇ મનુભાઇ તથા પો.કો માનદિપસિંહ ઉપેન્દ્રસિંહ સહિત ના જોડાયા હતા.