ઈગ્લીશ દારૂના જથ્થો તથા હુંડાય એસેન્ટ કાર મળી કુલ કિ.રૂ.૧.૪૦ લાખનો મુદામાલ ઝડપાયો

728

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર માથી દેશી દારૂ તથા વિદેશી દારૂની બદી નેસ નાબુદ કરવા માટે સખ્ત સુચના કરેલ

જે સુચના આઘારે ભાવનગર આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન ખાનગી બાતમી હકિકત મળેલ કે નિર્ભય સોસાયટી સોમનાથનગર શેરી નં-૦૭ પ્લોટ નં-બી/૯૧ ની બાજુના ખાલી પ્લોટમાં એક હુંડાય એસેન્ટ કાર નંબર G J 01-KL-5061માં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારુ ભરેલ છે. અને તે દારૂ સોમનાથનગરમાં રહેતા સંજયસિંહ ઉર્ફે ભાણુભા સહદેવસિંહ સરવૈયા તથા તે ગાડીના કબ્જેદાર બંન્ને જણા દારૂની હેરાફેરી કરવાના છે. અને હાલ ગાડી તે સ્થળ ઉપર પડેલ છે.તેવી હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા એ સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા ઉપરકોત બાતમી વાળી ફોર વ્હીલ ગોલ્ડન કલરની હુંન્ડાય કંપનીની.રજી નં- G J 01-KL-5061 ની પડેલ હોય જેમા ઝડતી તપાસ કરતા ડીકી માથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ-૧૨૦ તથા બીયર ટીન નંગ-૪૦ સહિત કિ.રૂ. ૪૦,૦૦૦/-તથા ગોલ્ડન કલરની હુંન્ડાય કાર કિ.રૂ ૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૪૦,૦૦૦/- ના મુદામાલ મળી આવતા મજકુર બંન્ને આરોપી વિરૂધ્ધમાં પ્રોહી કલમ-૬૫ એ.ઇ, ૧૧૬(બી), ૮૧,૯૮(૨) મુજબનો ગુન્હો ભાવનગર બોળતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી સ્ટાફનાં માણસો હે.કો. ઘનશ્યામભાઇ ગોહેલ,તથા સાગરભાઇ જોગદીયા તથા જયરાજસિંહ જાડેજા પો..કોન્સ. સંજયભાઇ ચુડાસમા તથા મહેન્દ્રભાઇ ચૈાહાણ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

Previous articleએગ્રોસેલ લિમિડેટના સહયોગથી શિશુવિહાર સંસ્થા દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓ માટે હિમોગ્લોબીન તપાસ કરવામાં આવી
Next articleપ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભાજપા યુવા મોરચા દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઈ