ભાવનગર હરીદર્શન ડાયમંડ એક્સપર્ટ દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તેમજ ભાવનગર સર.ટી હોસ્પિટલમાં દર્દીઓ માટે રક્તની અછતને ધ્યાનમાં રાખી દર વર્ષની માફક આ વર્ષે પણ મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં કંપનીનો સ્ટાફ તેમજ અન્ય રત્ન કલાકારો,હીરા બજારના આગેવાનો સહિતના જોડાયા હતા. અને ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ મહારક્તદાન શિબિરમાં અંદાજે ૧૦૦૦ થી વધું યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ મહા કેમ્પમાં ભાવનગર ડી.વાય.એસ.પી મનીષ ઠાકર તેમજ પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો અને આ કેમ્પને સફળ બનાવ્યો હતો