ભાવનગર : સર ભાવસિંહજી પોલીટેકનીક ઇન્સ્ટીટયુટના એન.એસ.એસ વિભાગ દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બી.પી.ટી.આઈ ખાતે યોજવામાં આવેલ રક્તદાન કેમ્પમાં ૯૩ જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફે રક્તદાન કર્યું હતું.
સર તખ્તસિંહજી હોસ્પિટલ બ્લડબેંક ના સહયોગથી યોજવામાં આવેલ રક્તદાન કેમ્પના આયોજન સફળ બનાવવા એન.એસ.એસ વિભાગની ટીમે જહેમત ઉઠાવી હતી.અને આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો.