ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના આઘારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના તથા એસ.ઓ.જી.ભાવનગરની ટીમનાઇટ રાઉન્ડમાં હતી. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે અમર ટ્રાવેલ્સ નામની બસના આર.ટી.ઓ. રજી. નંબર RJ 46-PA-1357 માં ભાવનગરમાં રહેતા હરેશ ઉર્ફે ભયલુ ઘનજીભાઇ બારૈયા રહે. ઘોઘા જગાત નાકા ઘાવડી માતાજીના મંદિર વાળા ખાચામાં ભાવનગર વાળા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો બહારના રાજય માંથી દારૂના જથ્થાની પેટીઓ ભરી ટ્રાવેલ્સની ડીકીમાં સંતાડી લાવે છે.જે હકિકત આઘારે રેઇડ કરતા કુલ બોટલ નંગ-૩૬૦૦ કી.રૂ. ૧૦,૮૦,૦૦૦/-તથા બસની કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ. ૨૦,૮૦,૦૦૦ /-ના મુદામાલ સાથે ચાર ઇસમો વિરૂધ્ધમાં પ્રોહી કલમ-પ્રોહી કલમ ૬૫ એ ઈ ૮૧,૮૩, ૧૧૬બી, ૯૮(૨) મુજબ ગુન્હો કરેલ હોય તમામ વિરૂધ્ધમાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે
.
આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા સ્ટાફના હેડકોન્સ. વનરાજભાઇ ખુમાણ પો.કો. ઇમ્તીયાઝ પઠાણ, વિઠ્ઠ્લભાઇ બારૈયા તથા એસ.ઓ.જી.ના પો.કો. ચંદ્રસિંહ વાળા તથા મનદિપસિંહ ગોહિલ વિગેર સ્ટાફના માણસો જોડાયા હતા.