વલ્લભીપુર તાલુકા કક્ષાનો 71મો પ્રજાસત્તાક દિવસ ,નવાગામ(ગા.)ખાતે શ્રી એલ.પી.કાકડીયા વીદ્યાભવનના યજમાન પદે રંગારંગ કાર્યક્રમોથી ઉજવાયો..તાલુકા મામલતદાર શ્રી દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો..મામલતદારશ્રીના પ્રસંગને અનુરૂપ વક્તવ્ય બાદ શાળાના આચાર્ય શ્રી અગરશંગભાઈ સોલંકીએ સર્વોનું સ્વાગત કરી પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવેલ..નવાગામ, મોણપુર, પીપરિયા અને મેવાસા પ્રાથમિક શાળાઓ અને એલ.પી.કાકડીયા વિદ્યાભવનના વિધાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરેલ..એલ.પી.કાકડીયા વિદ્યાભવન નું 2019 નું ઉચ્ચતર માધ્યમિક નું રિજલ્ટ 100% આવેલ જેથી મામલતદારશ્રી દ્વારા સન્માન કરવામાં આવેલ..અન્ય ક્ષેત્રો માં વિશિષ્ટ યોગદાન બદલ પણ સન્માન કરવામાં આવેલ.. કાર્યક્રમનું સંચાલન વિપુલભાઈ સોલંકીએ કરેલ..મામલતદાર શ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા શાળાના પ્રિન્સિપાલ દ્વારા વડ ના વૃક્ષોનું રોપણ કરવામાં આવેલ..ગામના, આજુબાજુના ગામોના તમામ ક્ષેત્રો ના અગ્રણીઓ ને યુવાનો ની નોંધપાત્ર ઉપસ્થિતિ માં અદભુત ઉજવણી કરવામાં આવી..T. D. O. શ્રી એ સૌનો આભાર માનેલ… તમામ લોકો નાસ્તો કરીને છુટા પડ્યા હતા ને એકબીજાને ગણતંત્ર દિવસ ની બધાઈ પાઠવેલ…
તસ્વીર : ધમૅન્દ્ર સિંહ સોલંકી વલભીપુર