સુરતમાં વિવેક વિદ્યાલયના બાળકો દ્વારા પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરાઈ

592

સુરતના કતારગામ વિસ્તાર માં વેડ રોડ પર આવેલી વિવેક વિદ્યાલય અને આંબાતલાવડી માં આવેલી યોગી પ્રવૃત્તિ વિદ્યાલય ના બાળકો દ્વારા 26 મી જાન્યુઆરી ની અનોખી રીતે ઉજવણી કરી પોતાની રાષ્ટ્ર ભાવના અને સૈનિકો પ્રત્યેની લાગણી વ્યક્ત કરી..જેમાં શાળા ના દરેક બાળકો એ શહિદ સૈનિકો માટે આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતા શોર્યપાત્ર માં દરરોજ ના ઓછામાં ઓછા એક રૂપિયા ની સહાય રાશિ આપવાનો સંકલ્પ કર્યો અને શહિદ સૈનિકો ને સાચા અર્થ માં શ્રદ્ધાંજલિ આપી રાષ્ટ્ પર્વ ની ઉજવણી કરી હતી..સંપૂર્ણ કાર્યક્રમ માં વિવેક વિદ્યાલય ના આચાર્ય શ્રી દિલીપભાઈ રાખસિયા અને યોગી પ્રવૃત્તિ વિદ્યાલય ના ટ્રસ્ટી શ્રી વિપુલભાઈ ગાબાણી અને શિક્ષક શ્રી વિરુભાઈ વાઘેલા નો સંપૂર્ણ સહયોગ રહ્યો હતો.

તસ્વીર:- વિરલ વરીયા ( સુરત )

Previous articleવલ્લભીપુર ખાતે તાલુકા કક્ષાનો 71મો પ્રજાસત્તાક પર્વ ઉજવાયો
Next articleમહુવા ખાતે સમસ્ત વાટલીય પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા પ્રજાસત્તાક પર્વ ઉજવાયો