ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશન અને મુખ્ય પોલીસ અધિકારી દ્રારા ગુજરાત રાજ્યમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે
તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ ભાવનગર એસ.ઓ.જી. શાખાને જીલ્લામાં થતા નાર્કેટીક્સ હેરા ફેરી-વેચાણ, વાવેતર ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સુચના હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની રાહબરી નીચે ભાવનગર એસ.ઓ.જી. નાર્કોટીક્સની બદીને ખાતમો કરવા અભીયાન હાથ ધરેલ છે અને નાર્કોટીક્સ વેચાણ-હેરાફેરી અને ગેરકાયદેસર વાવેતરો મોટા પ્રમાણમાં પકડી પાડેલ છે આ આ અભિયાનના ભાગરૂપે ભાવનગર એસ.ઓ.જી.એ આજરોજ મળેલ બાતમી આધારે ઘુડાભાઇ રવજીભાઇ જાંબુચા/કોળી ઉ.વ.૬૦ રહેવાસી ગામ- કંટાળા, ચમારીયુ સીમ વાડીએ તા. ઘોઘા જી ભાવનગર વાળાને તેના ગામ કંટાળા સીમમાં આવેલ ચમારીયુ તરીકે ઓળખાતી વાડીએથી શાકભાજી તથા ઘઉંના પાકની વચ્ચે વાવેતર કરેલ લીલા ગાંજાનાં છોડ નંગ- ૧૦૨ વજન ૧૩.૫૭૪ કિલો ગ્રામ કિ.રૂ|. ૬૭,૮૭૦/- સાથે ઝડપી પાડી મજકુર આરોપી સામે NDPS એક્ટ તળે કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ના મહાવિરસિંહ ગોહિલે ફરિયાદ આપી ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ રેઇડ દરમ્યાન ભાવનગર એફ.એસ.એલ.ના અધિકારી આર.સી.પંડયા સ્થળ તપાસણી કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હતું
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની રાહબરી એસ.ઓ.જી. સ્ટાફના મહાવિરસિંહ ગોહિલ તથા બલવિરસિંહ જાડેજા તથા જગદીશભાઇ મારૂ તથા યુસુફખાન પઠાણ તથા વિજયસિંહ ગોહિલ તથા બાવકુદાન ગઢવી તથા પોલીસ કોન્સ. ચંદ્રસિંહ વાળા તથા મનદીપસિંહ ગોહિલ તથા પાર્થભાઇ પટેલ તથા ડ્રાઇવર ભોજાભાઇ બરબસીયા તથા પરેશભાઇ પટેલ જોડાયા હતા.