ભાજપ કાર્યાલયે શહેર પ્રમુખ સનતભાઇ મોદીનાં હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

494

ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યદક્ષ ખાતે ૭૧મા સ્વાતંત્ર્યતા પર્વની ભવ્ય ઉજવણીની સાથે રાષ્ટ્ર ધ્વજ શહેર પ્રમુખ સનતભાઇ મોદીનાં હસ્તે લહેરાવવામાં આવ્યો હતો. અને શાનભેર સલામી આપવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દિનદયાળ ભવન ખાતે ૭૧માં સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ૭૧માં સ્વાતંત્ર્યતા પર્વમાં શહેર પ્રમુખ સનતભાઇ મોદીનાં હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. અને શાનભેર ઉપસ્થિત મહાનુભાવોએ સલામી આપી હતી, અને રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહિતનાં મહાનુભાવો મોટા સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભાજપા મહિલા મોરચાના અધ્યક્ષ અને નગરસેવીક દિવ્યાબેન વ્યાસની જન્મદિવસની ભાઈબંધની નિશાળમાં અનોખી ઉજવણી કરી
Next article૭૧માં પ્રજાસત્તાક પર્વની સરદારનગર ગુરુકુળ ખાતે રાષ્ટ્ભકિતની થીમ સાથે ભવ્ય ઉજવણી